ગુજરાત દક્ષિણ ગુજરાત

નડિયાદમાં ગણેશ ચતુર્થી પહેલા જ પંડાલમાં વીજ કરંટ લગતા બે યુવકોના મોત

નડિયાદમાં બે યુવકોના મોટ વીજ કરંટથી લગતા ગણેશ ચતુર્થીનો ઉત્સવ માતમમાં ફેરવાયો

નડિયાદમાં ગઈકાલે ગણેશ મહોત્સવને લઈને ગણેશ પંડાલને તૈયારી થઇ રહી હતી તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. આ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. આ વીજ કરંટ લગતા ત્રણ યુવકોમાંથી બે યુવકોના મોત નિપજ્યા છે.

આ બનાવની વધુ વિગત મુજબ ખેડાના નડિયાદમાં પીજ રોડ પર આવેલ ગણેશ પંડાલમાં દુર્ઘટના બની હતી જ્યાં ગણેશ પંડાલમાં ત્રણ યુવકો તાડપત્રી લગાવતા હતા તે દરમિયાન ત્રણેય યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટને કારણે ત્રણ યુવકોમાંથી બે યુવકોના મોત નિપજ્યા હતા. ગણેશના પંડાલમાં ડેકોરેશન કરવા આવેલાના મોત થયા હતા. ડેકોરેશનના માલિકને ના પાડવા છતાંપણ માલિકે આ કાર્ય કારવ્યું હતું.

નડિયાદના પીજ રોડ પર આવેલા ગીતાંજલી ચોકડી પાસે આવેલા સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ ઉત્સવમાં વીજ કરંટની ઘટના બની હતી જેમાં ત્રણ યુવકોમાંથી બે યુવકોના મોત થયા હતા. ગણેશ ઉત્સવના પંડાલમાં અચાનક જ 11 કે.વી. નો હેવી વાયર માથાના ભાગે અડકી ગયો હતો અને આ ઘટના બની હતી. બંને યુકોન મૃતદેહ સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલાયા હતા. બંને યુવકોના પરિવાર દ્વારા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

administrator
R For You Admin