ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર હુમલા મામલે 8 સામે ફરિયાદ

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈકાલે સુરતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સુરતના સીમાડાના નાકા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને માથું લોહીથી લુહાણ થઇ ગયું હતું.

આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે તેવો દાવો આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ટ્વિટ્ટર પર આ હુમલા અંગે લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ગુંડાઓ સામેની આ લડાઈમાં આમ આદમી પાર્ટીને તમારા સહકારની જરૂર છે. જે લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા હોય તેવા લોકો અમારી સાથે જોડાય અને સુરત ખાતે પહોંચે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા ટ્વિટર પર હાકલ કરવામાં આવી છે કે ગુજરાતના ગુંડાઓ સામેની લડાઈમાં અમારો સહયોગ આપો. જો કે આ હુમલાના મામલે સુરતની કાપોદ્રા પોલીસમાં 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાપોદ્રા પોલીસ આ મામલે વધુ તાપસ હાથ ધરશે. ગુજરાત આમ આદમી પાર્ટીએ લોકોને આ મામલે સુરત આવવા અપિલ કરી છે અને એક વિડિઓ શેર કર્યો છે.

આ મામલે ફરિયાદી દ્વારા આપવામાં આવેલા નામ

1) દિનેશ દેસાઈ

2) ભરત ઘેલાણી

3) કાંતિ સાનગઠિયા

4) કિશાન દેસાઈ

5) કલ્પેશ દેવાણી

6) ભાવેશ ઘેલાણી

7) મહેશ સાકરીયા

8) મહેન્દ્ર દેસાઈ

administrator
R For You Admin