ગુજરાત દક્ષિણ ગુજરાત

કૌશલ દવેને યુવક બોર્ડના સ્ટેટ કોર્ડીનેટરની નિમણૂક આપતા વિવાદ

ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યુવક બોર્ડમા ગુજરાતના સ્ટેટ કોઓર્ડીનેટર તરીકે ડિગ્રી કૌભાંડના વિવાદાસ્પદ યુવા મોરચાના અગ્રણી કૌશલ દવેની નિમણૂકથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે .

ગુજરાત સરકાર ઘ્વારા સંચાલીત ગુજરાત રાજ્ય યુવક બોર્ડમા ગુજરાતના સ્ટેટ કોઓર્ડીનેટર તરીકે ડીગ્રી કૌભાંડના સૂત્રધાર અને યુવામોર્ચા ના પુર્વ મહામંત્રી કૌશલ દવેની નિમણુક હર્ષભાઈ સંઘવી ઘ્વારા કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યુવક બોર્ડમા ગુજરાતના સ્ટેટ કોઓર્ડીનેટર તરીકે ડિગ્રી કૌભાંડના વિવાદાસ્પદ યુવા મોરચાના અગ્રણી કૌશલ દવેની નિમણૂકથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે .

અગાઉ વડોદરા ની એમએસ યુનિવર્સિટી તેમજ અન્ય કેટલીક કોલેજોના નામની બોગસ ડિગ્રી બનાવીને અનેક યુવકો સાથે છેતરપિંડી કરનાર ટોળકી ના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અગ્રણી કૌશલ દવેની પણ સંડોવણી બહાર આવી હતી ત્યારે તેઓ વિવાદમાં આવ્યા હતા. તે બાદ તેઓની યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ નિમણૂક થઈ હતી અને તેઓની ઉંમર થઈ ગયા છતાં પણ નિમણૂક થતા વિવાદ સર્જાયો હતો જેથી તેઓને રાજીનામું ધરી દેવું પડ્યું હતું.

તાજેતરમાં ગુજરાત યુવક બોર્ડમાં સ્ટેટ કન્વીનર તરીકે ફરી એકવાર કૌશલ દવેની નિયુક્તિ થતા વિવાદ સર્જાયો છે આ નિમણૂક માં તેઓને રાજકીય ફાયદાની સાથે સાથે આર્થિક ફાયદો પણ કરી આપવામાં આવ્યો છે સ્ટેટ કન્વીનર તરીકે કૌશલ દવેની નિમણૂક થતા તેઓને દર મહિને રૂ.1,00,000 પગાર અને ગાડીની સુવિધા આપવામાં આવતી હોય છે જેથી ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં રોષની લાગણી પેદા થઈ છે.

administrator
R For You Admin