વાનગી શિક્ષણ જગત

ગણેશજીને પ્રસાદમાં ધરાવો ‘ચોકલેટ મોદક’, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવો ઘરે

ચોકલેટ મોદક તમે આ રીતે ઘરે બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવા બનશે.

ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઇ ગયો છે ત્યારે અનેક લોકોના ઘરમાં ઉજવણી શરૂ થઇ ગઇ છે. મોદક બાપ્પાને સૌથી પ્રિય હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી લોકો મહેનત કરી રહ્યા છે. આ સાથે જ માર્કેટમાં અનેક પ્રકારના મોદક મળી રહ્યા છે. પરંતુ જો તમારે મોદક બહારથી લાવવા નથી અને તમારે ઘરે બનાવવા છે તો આ રેસિપી નોંધી લો તમે પણ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચોકલેટ મોદક.

સામગ્રી

50 ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક

250 ગ્રામ ચોકલેટ

2 ચમચી પિસ્તા

100 ગ્રામ નારિયેળ છીણ

2 ચમચી કટ કરેલી બદામ

2 ચમચી કટ કરેલા કાજુ

1 ચમચી ઘી

બનાવવાની રીત

 • ચોકલેટ મોદક બનાવવા માટે સૌ પ્રથમ ડાર્ક ચોકલેટ લો અને એને આ રીતે પીગાળી લો જેથી કરીને મોદક પ્રોપર રીતે બને.
 • ચોકલેટ પીગળી જાય એટલે એક પેન લો અને એમાં પાણી એડ કરો અને ઉપર એક બાઉલ મુકીને ચોકલેટ મુકો, જેથી કરીને એ પીગળી જશે.
 • પછી એક પેન લો અને એમાં ધી નાંખીને કાજુ, બદામ, પિસ્તા અને નારિયેળની છીણ નાંખીને શેકી લો.
 • હવે આમાં કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો અને પછી એક મિશ્રણ તૈયાર કરી લો.
 • ત્યારબાદ આ મિશ્રણમાં પીગાળેલી ચોકલેટ મિક્સ કરો અને થોડીવાર માટે ઠંડી થવા દો.
 • આ પ્રોસેસ થઇ જાય પછી મોદકનું મોલ્ડ લો અને એમાં આ મિશ્રણને મુકો.
 • ત્યારબાદ બધી બાજુથી મોલ્ડને પ્રેસ કરી લો.
 • હવે એક પ્લેટ લો અને એમાં મોલ્ડને ધીમેથી ઓપન કરો. આમ કરવાથી ચોકલેટ શેપમાં મોદક રેડી થઇ જશે.
 • જો તમે ઇચ્છો તો મોદક તૈયાર થઇ જાય એટલે ઉપરથી ગાર્નિશિંગ માટે તમે નારિયેળ છીણ પણ લઇ શકો છો.
 • તો તૈયાર છે બાપ્પાને પ્રિય એવા ચોકલેટ મોદક.બને ત્યાં સુધી ઘરે બનાવેલો પ્રસાદ ગણેશજીને ધરાવવો જોઇએ.
 • આ પ્રસાદ તમે આ પ્રોપર માપથી બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવા જ બન

administrator
R For You Admin