બીજેપી તરફથી જગદિશ પંચલાની આગેવાનીમાં આયોગને આ મામલે રજૂઆત કરવામાં આવશે.
ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે વિવિધ વોટ બેન્કને રીઝવવાના પ્રયાસો વિવિધ મોરચા દ્વારા થઈ રહ્યા છે. તમામ રાજકીય પક્ષો દ્વારા સવર્ણ, ઓબીસી, એસસી અને એટસી વોટ બેન્કને સાચવવા પ્રયાસો થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતમાં ઓબીસી અનામતનો મુદ્દો પણ ઉઠ્યો છે.
ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા આજે ઓબીસી કમિશનમાં રજૂઆત કરવામાં આવશે. બીજેપી તરફથી જગદિશ પંચલાની આગેવાનીમાં આયોગને આ મામલે રજૂઆત કરવામાં આવશે સાંજે ચાર વાગે તેઓ રજૂઆત કરવા જશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ આયોગને રજૂઆત કરવામાં આવશે તો અન્ય પક્ષો પણ આ મામલે રજૂઆત કરશે. ઓબીસી પર દરેક પાર્ટી પ્રભૂત્વ મેળવવા માંગે છે જેથી ચૂંટણી પહેલા આ મુદ્દો વધુ ચર્ચામાં રહ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને અગાઉ લેટર મુદ્દો ગરમાયો હતો
ઓબીસી બેઠકો રદ્દ કરવાનો મુદ્દો અગાઉ ઉઠ્યો હતો ત્યારે ફરીથી આ મુદ્દો સામે આવ્યો છે. રાજ્યમાં 52 ટકા ઓબીસી પ્રિતિનિધીત્વ ધરાવે છે. હજુ કેટલાક ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાકી છે ત્યારે એ પહેલા જ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને અગાઉ મામલે લેટર પણ લખ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને પૂંજા વંશે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ત્યારથી આ મામલો ગરમાયો હતો ત્યાર બાદ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીતના આગેવાનોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓબીસી અનામત મુદ્દે સીએમ એ સ્વતંત્ર પંચની રચના કરવા આદેશ આપ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગોને પુરતુ પ્રતિનિધીત્વ મળી રહે તે માટે પંચાયત પછાત પણાના સ્વરુપ, અસર અને રાજકિય સ્થિતિ અનુસાર આંકડા એકત્રિક કરી તેમજ વિશ્લેષણ કરી અભ્યાસ કરવા માટે પણ સૂચન કરાયું હતું.
મધ્યપ્રદેશનું ઉદાહરણ આપી કોંગ્રેસના નેતાઓએ અગાઉ મુદ્દો ઉઠાવ્યો હતો
ઓબીસીના રીઝર્વેશન સંદર્ભે એક પિટીશન મધ્યપ્રદેશમાં અગાઉ થઈ હતી. જેમાં ઓબીસીનું પ્રમાણ, બેઠકોના પ્રમાણ નક્કી કરી ચૂંટણી યોજવામાં આવે તે પ્રકારે અગાઉ મધ્યપ્રદેશમાં કોર્ટે કહ્યું હતું તો શા માટે ગુજરાતમાં આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તે પ્રકારે પણ કોંગ્રેસના નેતાઓએ અગાઉ મુદ્દો ઉઠાવ્યો હતો.