તાજા સમાચાર દક્ષિણ ગુજરાત

કુટણખાનું ઝડપાયું:સુરતના અમરોલીમાં ઘરમાં જ શરીર સુખ માટે ગ્રાહકો બોલાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતી મહિલા સહિત બે પુરુષ ઝડપાયા

સુરતના અમરોલી વિસ્તારમાં પોતાના ઘરમાં જ કુટણખાનું ચલાવતી મહિલા બે ગ્રાહક પુરુષો સાથે ઝડપાઈ હતી. મહિલાએ પોતાના ઘરમાં અન્ય સ્ત્રીને બોલાવીને પુરુષ ગ્રાહકોને શરીર સુખ સંતોષવા માટે બોલાવતી હતી. તથા આ પુરુષો પાસેથી શરીરસુખના બદલામાં 500 લેવામાં આવતા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે મહિલા સહિત બે પુરુષ ગ્રાહક અને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને પ્રલોભન અપાતું હતું
અમરોલી સત્તાધાર સોસાયટી ગણેશમણી એપાર્મેન્ટ ફ્લેટ નંબર.403-404માંથી મકાન માલીક જયાબેન સમાધાનભાઇ બાવીસ્કરની પત્ની પોતાના અંગત આર્થિક નાણાકીય લાભ અને ફાયદો મેળવવા પોતાના ઘરમા પુખ્ત વયની સ્ત્રીને જાતીય શોષણ થાય તેવા કાર્યમાં પૈસાનું પ્રલોભન આપી, બોલાવી, શરીરસુખ માણવા સારુ આવતા પુરૂષ ઇસમો દીઠ રૂપિયા.500/- લેખે શરીરસુખ માણવા માટેના લઈ કુટણખાનુ ચલાવી પકડાયા હતા. મહિલાને આર્થિક પ્રલોભન આપી જાતીય શોષણ કરવાના ઇરાદા સાથે મળી આવી રોકડા રૂપિયા 4900/- તેમજ મોબાઇલ નંગ 02 જેની કિંમત રૂ.10500 મળી કુલ્લે રૂ.15400/- મતાનો મુદામાલ કબ્જે કરાયો છે.

આરોપીઓના નામ

જયાબેન સમાધાનભાઇ બાવીસ્કર
મુકેશભાઇ મગનભાઇ રાઠોડ
રાહુલ સુરેશભાઇ રાઠોડ

administrator
R For You Admin