દક્ષિણ ગુજરાત

31મી ઓક્ટોબરના રોજ જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ઉજવાશે

આગામી 31મી ઓક્ટોબરના રોજ જલારામ બાપા ની 223 મી જન્મ જયંતી આવી રહી છે ત્યારે આ વખતે સુરત શહેરમાં બે સ્થળે ભવ્ય મહાપ્રસાદી ભંડારો અને મહા આરતીનું આયોજન પણ  કરવામાં આવ્યું છે.

દર વર્ષે જલારામ જયંતિની સુરત શહેરમાં ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હોવાને કારણે જલારામ બાપા ની જન્મ જયંતી ની સાદગીપૂર્વક અને સરકાર શ્રીની કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે મનાવવામાં આવી હતી ત્યારે બે વર્ષ પછી 31મી ઓક્ટોબરના રોજ કાર્તિક સુદ સાતમના દિવસે શ્રી જલારામ બાપા ની 223 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે.

મહત્વનું છે કે આ વર્ષે જલારામ જયંતિ ભવ્ય રીતે સુરત શહેરમાં ઉજવવામાં આવશે જ્યાં 223 મી જન્મ જયંતી આ વર્ષે બે સ્થળે ઉજવવામાં આવશે જેમાં જોગણી નગર પાર્ટી પ્લોટ હનીપાક રોડ ખાતે અને સાથે શ્રી જલારામ મંદિર બુંદેલા વાળ બાલાજી રોડ ખાતે ઉજવવામાં આવશે અને શ્રી જલારામ જયંતિ ના શુભ અવસરે ભાવિક ભક્તો માટે ભવ્ય અન્નકૂટ દર્શન તથા જાહેર ભંડારા ના મહાપ્રસાદનો પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે જોગણી નગર પાર્ટી પ્લોટ હનીપાર્ક રોડ ખાતે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ દરેક માહિતી શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટીઓએ પત્રકારોને આપી હતી.

administrator
R For You Admin