સૌરાષ્ટ્ર – કચ્છ

મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર – પ્રધાનમંત્રી મોદી આવતી કાલે મોરબી જશે

1 તારીખે બપોરે 1 વાગે તેઓ મોરબીની મુલાકાતે જશે.  સીએમઓ ગુજરાતે ટ્વીટટના માધ્યમથી આ જાણકારી આપી.

મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચારા સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી આવતી કાલે મોરબીની મુલાકાતે જશે. ગઈકાલથી જ સીએમ અને ગૃહમંત્રી મોરબીના પ્રવાસે છે ત્યારે પીએમ પણ આવતી કાલે મોરબી દુર્ઘટના સ્થળે પહોંચી સમીક્ષા કરશે.

મોરબીમાં બનેલી દુઃખદ દુર્ઘટનાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસો ગુજરાત પ્રવાસ છે ત્યારે આજે બીજો દિવસ હતો. ત્યારે આવતી કાલે તેમના પ્રવાસનો ત્રીજો દિવસ છે ત્યારે તેઓ આવતી કાલે મોરબીમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. 1 તારીખે બપોરે 1 વાગે તેઓ મોરબીની મુલાકાતે જશે.  સીએમઓ ગુજરાતે ટ્વીટટના માધ્યમથી આ જાણકારી આપી.

ગઈકાલ બાદ આજે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી દૂર્ઘટના સ્થળે પહોંચ્યા છે. જ્યાં પહોંચી તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સત્તાવાર રીતે 133 ના મોત થયા છે. ત્યારે હજુ સર્ચ ઓપરેશનટ ચાલી રહ્યું છે જેમાં એક મૃતદેહ આજે સવારે બહાર કાઢવામાં આવ્યો છે ત્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા છે. ખાસ કરીને અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓએ પણ સ્થળની રુબરુ મુલાકાત લીધી છે. ખાસ કરીને રાજસ્થાન સીએમ ગેહલોત પણ ધટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે એક પછી એક નેતાઓ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પીએમ પણ આવતી કાલે મોરબી સ્થળની મુલાકાત કરશે.

administrator
R For You Admin