જાણવા જેવું તાજા સમાચાર

દેશનો ગુજરાતનો સપૂત અને લોહપુરૂષ સરદાર પટેલ ન હોત તો દેશનું શું થાત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે – નરેન્દ્રભાઇ મોદી

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના એકતાનગર ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં એક વિશાળ જનસભાને વડાપ્રધાન એ સંબોધન કર્યું હતું.

દેશનો ગુજરાતનો સપૂત અને લોહપુરૂષ સરદાર પટેલ ન હોત તો દેશનું શું થાત
તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેમ
 મોદી સાહેબે જણાવ્યું હતું કે, આજના એકતા દિવસ નિમિત્તે સરદાર સાહેબે સોંપેલ જવાબદારીને આગળ વધારવાની છે અને દેશનો દરેક નાગરિક એક બીજાથી વિખુટો ન પડે તે આપણે સૌ એ જોવાનું છે. દેશનો દરેક નાગરિક “સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ” ના મંત્રથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે દેશમાં જ બનતી વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનો થકી દેશમાં રોજગારીની તકો વધી છે. દેશમાં આજ દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે.
દેશનો દરેક નાગરિક આજ સરદાર સાહેબના વિઝનને સાકાર થતુ જોઇ રહ્યો છે. દેશના નાગરિકોને તોડવા માટે દેશના ઇતિહાસને તોડી મરોડીને દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે દેશના નાગરિકની એકતા તૂટી છે. પરંતુ આવા તત્વોને આપણે એકતા સાથે એક હિન્દુસ્તાની તરીકે આપવાનો છે. દેશના દરેક નાગરિકોને વિવિધ સમાજના લોકોને પ્રાથમિકતા આપવાનું કામ ભારત સરકાર દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેની શરૂઆત આદિવાસી ભાઇઓના ગૌરવ માટે આદિવાસી ગૌરવ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ એકતાનગર એ દેશના વિકાસ મોડેલમાં સ્થાન લેવા જઇ રહ્યું છે. એકતાનગરમાં જે રાજ પરિવારોએ દેશની એકતા માટે ત્યાગ આપ્યો છે તેમના માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે જેને આવનારી પેઢી તેમાંથી પ્રેરણા લઇ વિદેશી તાકાતો ભવિષ્યમાં દેશની એકતા તોડવાનું હિન કૃત્ય સામે પુરી તાકાતથી લડી શકે.

administrator
R For You Admin