તાજા સમાચાર

મોરબી દુર્ઘટના બાદ વધુ બે મૃતદેહો એનડીઆરએફની ટીમે બહાર કાઢ્યા, 3 લાપતા

બપોરના સમયે કે કૈલાશનાથન સહીતના અધિકારીઓ પહોંચ્યા હતા. પીએમ આવતી કાલે આવી રહ્યા છે ત્યારે અત્યારે હવાઈ નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે.

મોરબી દૂર્ઘટનામાં એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે ત્યારે વધુ બે મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.  3 લોકો હજુ પણ લાપતા છે. જળકુંડીના કારણે સમસ્યા જોવા મળી રહી છે. તેને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ પાણી હોવાથી મૃતદેહો અંદર હોવાથી ગઈકાલ રાતથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

એનડીઆરએફની તમામ ટૂકડીઓ બહાર આવી ગઈ છે. આજના દિવસે રેસ્ક્યુ કરતા મોટાભાગના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે કાલે ફરીથી એનડીઆરએફની ટૂકડીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે. બપોરના સમયે કે કૈલાશનાથન સહીતના અધિકારીઓ પહોંચ્યા હતા. પીએમ આવતી કાલે આવી રહ્યા છે ત્યારે અત્યારે હવાઈન નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે. જે 133 જેટલા મૃતદેહો મળ્યા છે તેમાં થી 30 બાળકો છે.

આ ઉપરાંત મહિલાઓની સંખ્યા પણ વધુ છે. મોરબી બ્રિજ પરથી નીચે પડી સત્તાવાર મૃત્યુ પામનારમાં 56 બાળકો 77 પુખ્તવયતના લોકો સામેલ છે. મોરબીમાં પુલ તૂટવાની ઘટનાને લઈને સમગ્ર મોરબીમાં શોક છે. બ્રિજ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.

મોરબી કેબલ બ્રિજ તૂટતા જે દુર્ઘટના બની છે અને મૃતકોના જીવ ગયા છે.  પ્રધાનમંત્રી મોદી આવતી કાલે મોરબીની મુલાકાતે જશે. ગઈકાલથી જ સીએમ અને ગૃહમંત્રી મોરબી છે ત્યારે પીએમ પણ આવતી કાલે મોરબી દુર્ઘટના સ્થળે પહોંચી સમીક્ષા કરશે.

 

administrator
R For You Admin