તાજા સમાચાર

સીઆર પાટીલ જશે મોરબીની મુલાકાતે, સિવીલમાં જઈ લોકોના ખબર પૂછશે

સીઆર પાટીલ આજે મોરબી દૂર્ઘટના સ્થળની મુલાકાત લેશે. સિવીલમાં જઈ લોકોના ખબર પ્રદેશ અધ્યક્ષ પૂછશે રવિવારે મોરબીની બનેલી દૂર્ઘટનામાં  134 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે ગંભીર બેદરકારી સર્જાઈ છે. બ્રિજ રીનોવેટ થયાના 5 જ દિવસમાં તૂટી પડ્યો હતો. જેના કારણે પરીવારોમાં અત્યારે માતમ છે અને ગુજરાતમાં અત્યારે શોક છે. મોરબી દૂર્ઘટના બાદ PM મોદી આજે 1 વાગે મોરબી જશે. તેઓ આજે ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે. ત્યારે એ પહેલા સીઆર પાટીલ મોરબી જઈને સિવિલ હોસ્પિટલમાં પરીવારજનો અને ઘાયલોના ખબર અંતર પૂછશે.

ભયંકર દૂર્ઘટના ઘટી, જેમાં અનેક સ્વજનો અને નાના ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દુખની આ ઘડીમાં સરકાર દ્વારા ઘાયલને સારવાર કરવામાં આવી રહી છે. સીએમ અને ગૃહમંત્રી પણ ઘટનાના પ્રથમ દિવસે ત્યાં પહોંચ્યા હતા ત્યારે આજે  સીઆર પાટીલ મુલાકાત ઘટનાસ્થળની લેશે અને સિવિલ હોસ્પિટલ પણ જશે.

ગઈકાલે કોંગ્રેસ અને તેના પ્રથમ દિવસે આપ પાર્ટીના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. કોંગ્રેસ રીટાયર્ડ હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસની જાંચ અને ઘાયલોને વધુ સહાય મળે તેવીચ માંગ કરી છે. આમ પિડીત પરીવારની મુલાકાતે પહોંચી નેતાઓ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી રહી છે ત્યારે સીઆર પાટીલ બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ મોરબી આજે જશે.

administrator
R For You Admin