ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

મચ્છુ નદીમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલું, પંજાબનો એક વ્યક્તિ લાપતા

મોરબી હોનારત માં રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ છે. સેના, એનડીઆરએફ અને ફાયર વિભાગ કામગીરી ચલાવી રહ્યું છે. હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે.

મોરબી હોનારત માં રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ છે. સેના, એનડીઆરએફ અને ફાયર વિભાગ કામગીરી ચલાવી રહ્યું છે. હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે. પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી. મોબી જીલ્લા કલેકટર સાથે વાત ચિત દરમિયાન માહિતી મળી. અત્યાર સુધીમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હોય અને ૨૨ લોકો હાલ સારવારમાં હોવાનું જણાવ્યું.

મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે મોરબી પહોંચ્યા હતા. પીએમ મોદીએ દુર્ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને ત્યાર બાદ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પુલ દુર્ઘટનાથી સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઘટના સ્થળની મુલાકાત બાદ પીએમ મોદીએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ ચુકી છે.

પીએમ મોદીએ અધિકારીઓને શું કહ્યું?

પ્રધાનમંત્રીએ મોરબી SP કચેરીમાં કરેલી હાઈલેવલ મિટીંગમાં કહ્યું કે, અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને આ દુઃખદ સમયમાં તેમને શક્ય તમામ મદદ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને બચાવ કામગીરી અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી સહાય વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સમયની જરૂરિયાત છે કે એક વિગતવાર અને વ્યાપક તપાસ કરવામાં આવે જે આ દુર્ઘટના સાથે જોડાયેલા તમામ પાસાઓને ઓળખી શકે. પીએમ મોદીએ કહ્યું કે, અધિકારીઓએ પીડિત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આ દુઃખની ઘડીમાં તેમને શક્ય તમામ મદદ મળે.

તમને જાણાવી દઈએ કે, મોરબી એસપી કચેરીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સરકારના મંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ કુમાર, રાજ્યના ડીજીપી, સ્થાનિક કલેક્ટર, એસપી, પોલીસ મહાનિરીક્ષક, ધારાસભ્ય અને સાંસદ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલાં જ્યારે પીએમ મોદી મોરબી પહોંચ્યા હતા ત્યારે પ્રથમ બ્રિજ દુર્ઘટના સર્જાઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અને પુલની સ્થિતિ અંગેની માહિતી આપી હતી. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

administrator
R For You Admin