દક્ષિણ ગુજરાત

તાપી જિલ્લામાં પાંચ લાખથી વધુ મતદારો કરે મતાધિકારનો ઉપયોગ

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેના નેજા હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, તથા નાયબ જિલ્લા ચુંટણી અધિકારી દિલીપસિંહ ગોહિલની ઉપસ્થિતીમાં આજરોજ તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમો સાથે પત્રકાર પરિષદ યોજાઈ.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેએ ઇલક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમોના તંત્રીઓ/પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંપન્ન થાય તે દિશામાં તાપી જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચુંટણીપંચ દ્વારા જાહેરનામું તા.૫/૧૧/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ થશે. તા.૧૪/૧૧/૨૦૨૨ના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તથા તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજથી ઉમેદવારીપત્રો ચકાસણી તથા તા.૧૭મી નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેચી શકાશે. તા.૧/૧૨/૨૦૨૨ના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.

જયારે મતગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના રોજ હાથ ધરાશે. તાપી જિલ્લાના મતદારોની વધુ માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 5,05,481 જેટલા મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર થવાના છે.જે પૈકી પુરૂષ મતદાર -246362 મહિલા મતદાર-259114, અન્ય મતદાર- 5 , દિવ્યાંગ મતદાર-3015 તથા ૮૦ થી વધુ આયુષ્ય ધરાવતા 8965 મતદારોનો સમાવેશ થાય છે.

આમ જિલ્લામાં કુલ 5,05,481 જેટલા મતદારો આગામી વિધાનસભાની ચુંટણી -2022માં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં મતદાન મથકોની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં બે વિધાનસભા ક્ષેત્રમાં કુલ 463 આદર્શ મતદાન મથક સ્થળો બનાવવામાં આવશે.જેમાં યુનિક મતદાન મથકોમાં મહિલા દ્વારા સંચાલિત સખી મતદાન મથક 14 , ઈકોફ્રેંડ્લી મતદાન મથક 02, મોડેલ મતદાન મથકો 02 તથા યુવાનો દ્વારા સંચાલિત યુવા મતદાન મથક -01, PwD સંચાલિત મતદાન મથક -02 વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં જિલ્લામાં મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ પણ કરવામાં આવશે તેમ જાણાવ્યું હતું. વધુમાં ઉમેદવારો, રાજકિય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયાનું મોનીટરીંગ કરવા માટે MCMC સેન્ટરની રચના કરવામાં આવી છે ચૂંટણીલક્ષી જાહેરાતોનુ ચેનલોનું સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવા માટે MCMC સેન્ટર માહિતી કચેરી વ્યારા ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કોઈ પણ જાહેરાતો માટે સર્ટીફીકેશન માટે MCMC કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ જાહેરાતો માટે સર્ટીફીકેશન માટે MCMC કમિટીની રચના કરવામાં આવી છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ જાહેરાત આપતા પહેલા આ કમિટીમાં મજુરી મેળવવી જરૂરી છે. જીલ્લામાં વિવિઘ ચૂંટણી લક્ષી કામગીરીના સુચારૂ સંચાલન માટે જુદી જુદી કામગીરી માટે કુલ 20 નોડલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવેલ છે.

administrator
R For You Admin