182 વિધાનસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી કયા દિગ્ગજોને ટિકિટ આપશે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે ભાજપ અત્યારે પુરજોશમાં પ્રચાર કરી રહ્યું છે. તેવામાં 182 બેઠકો માટે ત્રણ દિવસ બાદ ભાજપ પ્રથમ યાદી જાહેર કરી શકે છે., દિલ્હીમાં તેને લઈને 9 નવેમ્બરથી મંથન થશે. કેન્દ્રીય પાર્લામેન્ટરીની બેઠક બે દિવસ બાદ મળી રહી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. તેઓ આવતી કાલે દિલ્હીના પ્રવાસે જશે.
આગામી દિવસોમાં જ પાર્લામેન્ટરીની બેઠક બાદ જ ઉમેદવારો માટે નામો જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપમાં જોવાનું એ રહે છે કે, કોને ટિકિટ મળે છે કે કોની ટિકિટ કપાય છે. અગાઉ નો રિપીટ થીયરીને લઈને પણ ભાજપમાં ચર્ચાએ અગાઉથી જ જોર પકડ્યું છે ત્યારે ગુજરાત એ પ્રયોગશાળા રાજકીય ક્ષેત્રની ભાજપ માટે રહી જ છે ત્યારે ભાજપ કંઈ પણ નવા જૂની કરી પણ શકે છે. જો કે, આ વખતે નવાને પણ ચાન્સ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
182માં કોણ અંતિમ નામ જાહેર થશે તેના પર સૌની નજર છે. ભાજપના ઉમેદવારો માટે પાર્લામેન્ટરીમાં આખરી મહોર ઉમેદવારો માટે મારવામાં આવશે. ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે આ મંથનમાં નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ જેવા દિગ્ગજો સામેલ થશે. સીઆર પાટીલે કહ્યું કે, અમને કોઈ ઉમેદવારો નક્કી કરવાનો અધિકાર નથી અને અમે ઉમેદવાર નક્કી ના કરી શકીએ. તેવું તેમણે કહ્યું હતું.