ઉત્તર ગુજરાત

ગુજરાત પ્રવાસે આવેલ PM મોદીભાવનગરમાં 552 સમૂહ લગ્નમાં પહોંચ્યા, યુગલોને આપ્યા આશીર્વાદ

પીએમ મોદીએ ગુજરાતના ભાવનગરમાં સમૂહ લગ્નમાં 552 યુગલોને આશીર્વાદ આપ્યા. આ સમૂહલગ્નમાં જે છોકરીઓના લગ્ન થયા તે અલગ-અલગ સમુદાયની છે. જેમાં 40 મુસ્લિમ અને 3 ખ્રિસ્તી છે, આ કાર્યક્રમનું નામ હતું ‘પાપા ની પરી લગ્નોત્સવ 2022’.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. આ સમારોહમાં પહોંચીને વડાપ્રધાને અનેક પરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા. ભાવનગરના સમૂહલગ્નમાં 552 અનાથ દિકરીઓના લગ્ન થયા. આ દીકરીઓ વિવિધ સમુદાયની છે. જેમાં 40 મુસ્લિમ દીકરીઓ અને 3 ખ્રિસ્તી દીકરીઓ છે. આ કાર્યક્રમનું નામ હતું ‘પાપા ની પરી લગ્નોત્સવ 2022’.

આ કાર્યક્રમમાં પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે ‘પાપા ની પરી’ ભાવનગરમાં એક અનોખો સમૂહ લગ્નનો કાર્યક્રમ છે, જે રીતે લોકો સારા કાર્યો માટે પોતાને સમર્પિત કરે છે, તે આપણી સામાજિક શક્તિ અને સામૂહિક ભાવના દર્શાવે છે. હું આયોજકોની પ્રશંસા કરવા માંગુ છું અને આજે લગ્ન કરનારાઓને અભિનંદન આપવા માંગુ છું. જણાવી દઈએ કે જે છોકરીઓના લગ્ન થયા છે તેઓ રાજસ્થાન, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર જેવા અલગ-અલગ રાજ્યોની છે.

હાલ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. આ રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાવનગરને પણ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ જિલ્લો સૌરાષ્ટ્રના પટ્ટામાં આવે છે. વિધાનસભાની 7 બેઠકો છે. હાલમાં 7માંથી 6 ભાજપ અને 1 કોંગ્રેસ પાસે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસ પર પીએમ મોદી ઘણી જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે. PM એ સમૂહ લગ્નમાં હાજરી આપતા પહેલા દિવસ પહેલા વલસાડ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે નફરત ફેલાવનાર અને ગુજરાતને બદનામ કરનારી શક્તિઓને આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાંથી બહાર ફેંકી દેવામાં આવશે.

administrator
R For You Admin