ગુજરાત

કેજરીવાલ બાદ હવે નીતિશ કુમારે પણ ગુજરાતમાં એન્ટ્રી લીધી, છોટુ વસાવાની BTPનું ગઠબંધન

છોટુ વસાવાની પાર્ટી BTPએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન કર્યું છે. અગાઉ આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન બીટીપીનું થયું હતું પરંતુ આ ગઠબંધન ચૂંટણી આવે એ પહેલા જ તૂટી ગયું હતું ત્યારે ફરી એકવાર ગઠબંધન બીટીપીએ કર્યુ હોવાનું સામે આવી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. છોટુ વસાવાની પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા JDU સાથે ગઠબંધન કર્યું છે. કેજરીવાલ બાદ હવે નીતિશ કુમારે પણ ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. બીટીપીના ગઠબંધન સાથે આ એન્ટ્રી તેમણે લીધી છે.

જેડીયુ પ્રદેશ પ્રમુખ અને છોટુભાઈ વસાવાની હાજરીમાં બીટીપી કાર્યાલયમાં અગાઉ બેઠક મળી હતી. છોટુભાઈ વસાવાએ સ્પષ્ટ કર્યું કે જેડીયુ અને બીટીપી સાથે મળીને ચૂંટણી લડશે. જેડીયુના સમર્થનથી ચૂંટણી લડીશે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવશે. આગામી સમયમાં ચૂંટણીમાં બન્નેની પાર્ટનરશિપમાં ઉમેદવારો ઉતારવામાં આવશે.

મીડીયા સાથેની વાતચીતમાં છોટુ વસાવાએ કહ્યું કે જનતા દળ અમારો જૂનો મિત્ર છે અને જૂના મિત્ર સાથે મળીને ચૂંટણી લડીશું. જેડીયુ સાથે આજે આ મામલે બેઠક પણ છે. અમે સાથે મળીને આગામી નવી યાદી જાહેર કરીશું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય વાતાવરણ ફરી એકવાર આ ગઠબંધનથી ગરમાયું છે. બની શકે છે. આગામી સમયમાં એક પછી એક દિગ્ગજો તેજસ્વી યાદવ સહીતના ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવશે. રાજ્યની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપની સાથે સાથે હવે જેડીયુના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણીમાં ઉતરશે.

administrator
R For You Admin