ટૂંક સમયમાં ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરશે. 100 જેટલા ઉમેદવારોના નામો જાહેર થશે. પાટીલે મોડી રાત્રે ઉમેદવારને ટિકિટ કન્ફર્મ હોવાના ફોન કર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીના ઉમેદવારોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સત્તાવાર જાહેરાત થશે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ સહીતના નેતાના નામો નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દિલ્હીથી ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થવા જઈ રહી છે. જ્યારે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને તેમની ટિકિટ કન્ફર્મ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થયા બાદ મોડી રાત્રે ઉમેદવારોને ફોન આવી રહ્યા છે.
જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા, રાજકોટ પૂર્વ બેઠક પરથી ભાજપ બક્ષીપંચ મોચરા પ્રમુખ ઉદય કાનગડ, દક્ષિણ બેઠક પરથી રમેશ ટીલાળાના સીટ અપાશે. તેવું નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી લાખાભાઈ સાગઠિયાના સ્થાને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા આવે તેવી શક્યતા છે. ગોંડલથી ગીતાબા જાડેજાની ટિકિટ કન્ફર્મ મનાય છે. આ ઉપરાંત વિરમગામથી હાર્દિક પટેલનું નામ નક્કી મનાય છે.
જયેશ રાદડિયા જામકંડોરણા બેઠક પરથી ફાઇનલમાં કચ્છ જિલ્લાની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે. જેમાં અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામમાંથી માલતી મહેશ્વરી, અંજારમાંથી ત્રિકમ છાંગા, ભુજમાંથી કેશુભાઈ પટેલ, માંડવીમાંથી અનિરૂદ્ધ દવે અને રાપરમાંથી વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ મળી છે.