ગુજરાત તાજા સમાચાર

ગુજરાત ઈલેક્શન 2022 : મોરબી પુલ દુર્ઘટનાથી આ મંત્રીનું પત્તુ કપાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે ત્યારે હવે ચાર દિવસ બાદ જ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેવામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ મોરબીમાં પુલ પાડવાની ઘટના બની હતી અને આ ઘટનાથી સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશમાં અને વિદેશમાં તેના પડઘા પડ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને આ ઘટનાને લીધે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તુ કપાયું છે અને તેના સ્થાને ક્રાંતિ અમૃતિયાને ટીકીટ ફાળવવામાં આવી છે. મોરબી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી આપનાવી હતી

ગુજરાતમાં મોરબી ઘટનાને કારણે બ્રિજેશ મેરજાનો ભોગ લેવાયો છે અને જેને પગલે તેમને ફરીથી રિપીટ ન કરવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં આ વર્ષે વધુમાં વધુ બેઠક જીતવા માટે પ્રયત્ન કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે દિવસ સુધી દિલ્હી ખાતે ચાલેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ ઉમેદવારોને ટીકીટ આપવા અંગે ચર્ચા થઇ ગઈ હતી ત્યારબાદ સી. આર પાટીલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપી હતી કે તેમની ટીકીટ ફાઇનલ થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયા બાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે ત્યારે હવે ઉમેદવારોને ચાર દિવસ જેટલો જ સમય મળ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનાની 1 તારીખે અને 5મી તારીખે મતદાન થવાનું છે અને આ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે 8મી તારીખે જાહેર થશે. ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણીને લઈને હવે છેલ્લા ચરણનું પ્રચાર થઇ રહ્યો છે. ગુજરાતમાં 8મી ડિસેમ્બરે ખ્યાલ આવી જશે કે કોની સરકાર બનશે.

administrator
R For You Admin