ગુજરાત દક્ષિણ ગુજરાત

વડોદરામાં 3ની ટિકિટ કાપતા ભાજપને નુકશાનીનો ભય, ડેમેજ કંટ્રોલ કરવા પાટીલને જવાબદારી

સીઆર પાટીલ અને હર્ષ સંઘવીને ડેમેજ કંટ્રોલ કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરામાં 3 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાતા આ મામલે નારાજી જોવા મળી રહી છે અને નેતાઓએ બળવો પણ કર્યો છે. અપક્ષમાંથી તેમને દાવેદારી કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે કોંગ્રેસ આ લાભ લઈ શકે છે. જે હેતુથી ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય નેતૃત્વના ધ્ચાને આવતા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

સીઆર પાટીલ અને હર્ષ સંઘવીને ડેમેજ કંટ્રોલ કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, સાસંદ રંજન પટેલ એરપોર્ટ પર પહોંચ્યા છે. જ્યાં મિટીંગ થવાની શક્યતા છે.
વડોદરાની અંદર અત્યારે કેન્દ્રીય નેતૃત્વ સિધી નજર રાખી રહ્યું છે. કેમ કે, નુકશાનીનો ભય પણ છે કેમ કે મધુ શ્રીવાસ્તવ સહીતના દિગ્ગજોની ટિકિટ કપાઈ છે.
મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થતા પાદરા અને કરજણમાં જે સ્થિતિ સર્જાઈ છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવું જરૂરી છે. અક્ષય પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે તેમને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ટિકિટ અપાશે જે કમિટમેન્ટ આ વખતે નિભાવવામાં આવ્યું છે.

જેથી વડોદરામાં કોંગ્રેસના સિનિયર નેતાઓ પ્રવેશી શકે છે તો કરજણ બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. મધુ શ્રીવાસ્તવ અપક્ષમાં લડવાને લઈને તૈયારી દર્શાવી રહ્યા છે. પાદરામાં દિનુમામાનું વર્ચસ્વ છે જેથી તે પણ હંફાવી શકે છે. જેથી કોંગ્રેસ તેમને જોડવાનો પ્રયાસ કરી રહી છે.

બેઠકો પરથી ટિકિટ કપાતા દિનુ મામા અને મધુ શ્રીવાસ્તવ દ્વારા કેટલાક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વાઘોડીયામાં એક સ્તરે મિટીંગ કરવામાં આવી રહી છે. પાદરા અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે. ભાજપને નુકશાનીનો ભય હોવાથી આ મામલે ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે. આ પહેલા પુરુષોત્તમ રુપાલને મોકવામાં આવ્યા હતા અને ત્યારે મિટીંગ થઈ હતી ત્યારથી નારાજગી જોવા મળી હતી.

વડોદરાના સમગ્ર ચિતારને જોવા જઈએ તો કેટલીક સીટ પર નો રિપીટ અને કેટલીક બેઠક પર રીપિટેશન કરવામાં આવ્યું છે. તેમાં પણ મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. અગાઉ મંત્રી પદમાંથી મહેસુલ ખાતુ રાજેન્દ્ર ત્રિવેદીનું લઈ લેવાયું હતું અને હવે આ વખતે ટિકિટ પણ નથી મળી. આ ઉપરાતં મધુ શ્રીવાસ્તવ કે જે વિવાદમાં રહેતા હતા તેમનું પણ પત્તુ કપાયું છે. જો કે, રાજેન્દ્ર ત્રિવેદી આ તમામ બાબતોથી અપક્ષમાં અન્ય ધારાસભ્યોને ફોર્મ ના ભરવા પણ નિવેદન કર્યું છે.

administrator
R For You Admin