Uncategorized

C-VIGIL એપ પર વિધાનસભાની ચૂંટણીના નિયમોનું ઉલ્લધન કરતી જાણો ઓનલાઈન કેટલી ફરીયાદો મળી

ચૂંટણીના નિયમોનું ઉલ્લધન રોકવા ચૂંટણી પંચને આસાની ફરીયાદ કરી ઓનલાઈન મળી શકે માટે C-VIGIL એપ કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધી ધાનસભાની ચૂંટણીના નિયમોનું ઉલ્લધન કરતી 850 ફરીયાદો મળી છે.

અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે તો ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ બીજા તબક્કાની શરૂ છે કેમ કે, પ્રથમ તબક્કાનો આજે અંતિમ દિવસ છે. તેથી આ તમામ બાબતો નિયમોનું પાલન થાય છે કે કેમ તે તમામ બાબતોનું ઓબ્ઝર્વેશન તો થઈ રહ્યું છે પરંતુ ઓનલાઈન પણ લોકોની ફરીયાદો જોવામાં આવી રહી છે.

19,000 લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના નિયમોના ઉલ્લંઘનને રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા C-VIGIL એપ આ વખતે ચૂંટણી પંચ દ્વારા કાર્યરત કરવામાં આવી છે. એપ્લિકેશનને અત્યાર સુધીમાં 850 થી વધુ ફરિયાદો મળી છે. તેથી જ્યારથી આ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 19,000 લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી છે. જેમાં ફરીયાદોની સંખ્યા પણ વધી રહી છે. ચૂંટણીના માહોલમાં વિવિધ પક્ષો ચૂંટણીના નિયમોનું પાલન કરે છે તે જોવું ખૂબ જ જરૂરી છે. અને કોઇપણ પ્રકારનો ભંગ થાય તો તંત્રને જાણ કરવા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જાણો કયા જિલ્લામાંથી મળી સૌથી વધુ ફરીયાદો 

cVIGIL એપ દ્વારા 33 જિલ્લામાંથી 850 ફરિયાદો મળી છે. જેમાં સુરતમાંથી સૌથી વધુ 300 જેટલી ફરિયાદો નોંધાઈ છે જ્યારે અમદાવાદમાંથી 80 જેટલી ફરિયાદો નોંધાઈ છે. ફરિયાદોના નિરાકરણ માટે તંત્ર દ્વારા 600થી વધુ ફ્લાઈંગ એસ્કોર્ટ ટીમો પણ બનાવવામાં આવી છે. ફરિયાદ મળતાં જ ફ્લાઈંગ સ્કોર સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરે છે.

આ તમામ બાબતોએ થઈ શકે છે ફરીયાદો

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી અરજીમાં 16 અલગ-અલગ ફરિયાદો કરી શકાય છે. પરવાનગી વિના પોસ્ટરો અથવા બેનરો, ધમકી અથવા ગેરકાયદેસર હથિયારોના ઉપયોગ, ભેટ-સોગાદો તેમજ તમામ ચૂંટણીના નિયમોના ઉલ્લઘનને લઈને ફરીયાદ કરી શકાય છે.

administrator
R For You Admin