તાજા સમાચાર દક્ષિણ ગુજરાત

MD ડ્રગ્સ અને પટેલ મુબારક, કોસાડ આવાસમાથી બે કરોડથી વધુના ડ્રગ્સ ઝડપાયો

MD ડ્રગ્સ અને મુબારક : કોસાડ આવાસમાથી બે કરોડથી વધુના ડ્રગ્સ ઝડપાયો

અમરોલી પોલીસ દ્વારા ગતરોજ મોડીરાત્રે બાતમીના આધારે કોસાડ આવાસમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને સફળતા મળી છે. અમરોલી પોલીસે મોડીરાત્રે કોસાડ આવાસને ધેરી સર્વેલન્સ સ્ટાફની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઘરેથી પકડી તેની દુકાન અને કારમાંથી રૂપિયા બે કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને કોને સપ્લાય કરવાનો હતો તે તમામ દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

સુરત શહેરમાં અવારનવાર લાખ્ખો રૂપિયાનું ડ્રગ્સ પકડવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા અનેક આરોપીઓને ડ્રગ્સનાં કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે તેમ છતાં છાસવારે ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાતા રહે છે. ત્યારે આજે ફરી એક વાર અમરોલી પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે કોસાડ આવાસમાં આવેલ એચ ૨ બિલ્ડિંગમાં રહેતો અને કાર લે વેચનું કામ કરતો મુબારક પટેલ ડ્રગ્સનો મોટો જથ્થો લાવ્યો છે અને તે સુરતમાં અન્ય લોકોને સપ્લાય કરવાનો છે. જે બાતમીના આધારે અમરોલી પોલીસે મોડીરાત્રે કોઅસદ આવાસમાં વોચ ગોઠવી હતી.

મોડીરાત્રે મુબારક ઘરે આવ્યા બાદ પોલીસે બિલ્ડિંગને ચારેય તરફથી ઘેરી તેના ઘરમાં દરોડા પાડ્યા હતા અને મુબારકને દબોચી લીધો હતો. પોલીસે મુબારકને પકડી તેની તલાશી લીધી હતી અને ઘરની બહાર પાર્ક કરેલ તેની કારની પણ તલાશી લીધી હતી. જેમાંથી પોલીસને એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા બીજો જથ્થો તેની દુકાનમાં છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે તેની કાર લે વેચની દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે તમામ સ્થળેથી મળી કુલ બે કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હજુ સુધી આ સમગ્ર કેસમાં ફાઇનલ આંકડો સામે આવ્યો નથી. આ સમગ્ર કેસમાં મોડીરાત્રે પોલીસે મુબારક પટેલની ધરપકડ કરી આ ડ્રગ્સનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો છે? સુરતમાં કાં કારણોસર લાવ્યો છે અને કોને કોને સપ્લાય કરવાનો હતો. તે સમગ્ર દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

administrator
R For You Admin