ગુજરાત

મધુ શ્રીવાસ્તવને મનાવવામાં બીજેપી નિષ્ફળ, 1995થી જીતતા આવેલા મધુ આ વખતે ભાજપને પડી શકે છે ભારે

ભાજપના વાઘોડીયા બેઠકના દબંગ ધારાસભ્યને આખરે ભાજપ મનાવવામાં નિષ્ફળ ગઈ છે. જેથી 7મી વાર તેઓ ચૂંટણી લડશે પરંતુ ભાજપના મેન્ડેટ પરથી નહીં પરંતુ અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડશે. મધુ શ્રીવાસ્તવે છેલ્લી તક આપવાની વાત કરી હતી તેમણે આ વખતે ચૂંટણી લડવી છે તેમ પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ છેલ્લી ચૂંટણી લડવાની તક ના મળતા તેમણે તેમના સમર્થકોના કહેવાથી ફરીથી અપક્ષમાંથી પ્રથમ વખત ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જેથી ભાજપના આ ધારાસભ્ય ભાજપના જ વોટ કાપી શકે છે. કેમ કે, તેમના સમર્થકો તેમને વોટ આપતા આવ્યા છે.

મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપે ટિકિટ કાપીને મારું અપમાન કર્યું છે. મારા સમર્થકો અને કાર્યકરોના અનુરોધ સાથે હું અપક્ષમાં ચૂંટણી લડવા જઈ રહ્યો છે. જો કે, દર વખતે જીતતા આવતા ઉમેદવારને કાપવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને તેમને ભાજપ સામે બળવો કરી અપક્ષમાં ચૂંટણી લડવા માટે  નિર્ધાર કર્યો છે.

 1995થી 2017 સુધી જીત અપાવી 
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને તે વડોદરા લોકસભા બેઠક હેઠળ પણ આવે છે. આ બેઠક 1962થી 1985 સુધી કોંગ્રેસ પાસે હતી. જે પછી મધુ શ્રીવાસ્તવ 1995થી 2017 સુધી એટલે કે 6 વખત જીતતા આવ્યા છે અને આ બેઠકની જીત તેમને જાળવી રાખી હતી. મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડશે તો ભાજપને આદિવાસી મતોનું નુકશાન પણ થઈ શકે છે.

આજે વડોદરાના હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા બાદ મધુ શ્રીવાસ્તવ સમર્થકો સાથે વાઘોડિયા પહોંચ્યા હતા. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં રેલી કાઢીને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરશે.  ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી તેમની ટક્કર કોંગ્રેસ, આપની સાથે સાથે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પણ થઈ રહી છે.

administrator
R For You Admin