ગુજરાત

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિતના 20 ગુનાહિત કેસ છે, જાણો કેટલી સંપત્તિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલે પણ ઉમેદવારી ફોર્મ ટિકિટ મળ્યા બાદ ભર્યું છે જેમાં એફિડેવિટ પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા છે. આ કેસોમાં સુરતના સરથાણા, અમદાવાદ શહેર, સિદ્ધપુર, પાટણના ચાણસ્મા, મહીસાગરના સંતરામપુર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને જામનગર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. એક સમયે ભાજપ સામે અનામત આંદોલનમાં મોરચો માંડ્યો હતો ત્યારે હવે ખુદ તેઓ ભાજપમાં છે.

2015થી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં હાર્દિક પટેલ ચર્ચામાં
2015થી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં હાર્દિક પટેલ ચર્ચાનો વિષય અને લાઈમલાઈટમાં રહેતો ચહેરો છે. પાસમાંથી આંદોલન છેડી કોંગ્રેસનો હાથ થામ્યા બાદ મજરે ના આવતા ભાજપમાં વિધીવત રીતે જોડાયા છે અને તેમને તેમના વિધાનસભા વિસ્તાર એવા વિરમગામની ટિકિટ ફળી છે. આ સાથે જ ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલ વિશે કેટલાક ખુલાસા થયા છે.

 કુલ સંપત્તિ 61.48 લાખ 

હાર્દિક પટેલે પણ ચૂંટણી ફોર્મ ભર્યું છે. આ સાથે જ ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલના કેસો તેમજ સંપત્તિની વિગતો સામે આવી છે.  હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 61.48 લાખ દર્શાવી છે.

2015માં ભાજપ સરકાર સામે છેડાયેલા આંદોલનના છે કેસો

ભાજપના ઉમેદવાર 29 વર્ષીય હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ કેસો હાર્દિક પટેલ સામે 2015માં નોંધાયા હતા જ્યારે તેણે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે.

administrator
R For You Admin