તાજા સમાચાર

ગઈકાલના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 107 પોઈન્ટ ઉપર, નિફ્ટી 18350 ને પાર

 આજે ભારતીય શેરબજારમાં તેજીની પૂરેપૂરી શક્યતાઓ છે. વૈશ્વિક બજારમાં સુધારાની અસર શુક્રવારે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળશે અને ખરીદીમાં વધારો થવાની પૂરેપૂરી અપેક્ષા છે, જેના કારણે બજાર અગાઉના સત્રમાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61750.6ની સામે 107.60 પોઈન્ટ વધીને 61858.2 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18343.9ની સામે 39.05 પોઈન્ટ વધીને 18382.95 પર ખુલ્યો હતો.

અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 61,751 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 66 પોઈન્ટ ઘટીને 18,344 પર પહોંચ્યો હતો. ગઈકાલે ઓટો, આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં પ્રોફિટ-બુકિંગને કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અગાઉ બજારમાં દિવસભર ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેક્ટર પર નજર કરીએ તો બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર જાહેર ક્ષેત્રની બેંકો, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા સેક્ટરના શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ નીચે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 વધ્યા હતા જ્યારે 22 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે અને 33 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

યુએસ શેરબજારના રોકાણકારો ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધારો કરવાના સંકેતોથી નર્વસ છે. તેઓ વ્યાજદરમાં સતત વધારાને કારણે મંદીની કટોકટી જોઈ રહ્યા છે અને બજારમાંથી તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. આ જ કારણ છે કે છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકાના મુખ્ય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.02% ઘટીને બંધ થયો, જ્યારે S&P 500 એ 0.31% અને નાસ્ડેક કમ્પોઝિટ 0.35% ની ખોટ દર્શાવી.

administrator
R For You Admin