ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે વેઢે ગણાય તેટલા દિવસ છેટી છે ત્યારે ગુજરાતમાં લોકો મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ જાગૃતિના કાર્યક્રમ થઇ રહ્યા છે. આ વર્ષ દર વર્ષની માફક મતદારો વધુ મતદાન કરે તે માટે જુદા જુદા જિલ્લાના કલેકટર અને ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમોથી યુવા મતદારોને મતદાનની જાગૃતિ તેમજ યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. આ માટે મહીસાગર જિલ્લાના કલેકટર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રની સાથે રાખીને ખાસ રીતે પ્રયત્ન કરી રહ્યું છે. લોકશાહીના પર્વમાં લોકો વધુ મતદાન કરે તે માટે જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી, ચિત્ર સ્પર્ધા, મેરેથોન દોડ, મતદાન જાગૃતિને લઈને ફિલ્મ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લાના ચૂંટણી અધિકારી ભાવીન પંડ્યાના માર્ગદર્શન હેઠળ 100 ટકા મતદાન થાય તે માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત શિક્ષકો અને આચાર્યો તેમજ ગામના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા ફરજીયાત મતદાન કરો અને મતદાર લોકોશાહીનો રાજા છે અને મત એ મારો અધિકાર છે જેવા સૂત્રોની રંગોળી કરી મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરી રહ્યા છે.
ગુજરાતમાં ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ પરત લેવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો જેથી હવે પ્રથમ તબક્કાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં જુદા જુદા ત્રણ રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ચાર જગ્યાએ સભા ગજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભારતી પવાર પણ ચૂંટણીના પ્રચાર માટે 2 રેલી કાઢશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય લક્ષ્ય સૌરાષ્ટ્રની બેઠક જીતવાનું છે ત્યારે મોરબી જિલ્લામાં આ રેલી મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી સામે અનેક પ્રશ્નો અને ભારે નારાજગી જોવા મળી રહી છે તે ઉપરાંત મોરબીમાં પુલ દુર્ઘટનાએ પણ શાશક પક્ષ પર છાટા ઉડાડ્યા છે.