મધ્ય ગુજરાત

રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ કરશે અસર

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો પ્રચાર કરવાં વ્યસ્ત બની ગયા છે. રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી માટે ચાર બેઠક છે. રાજકોટ 68 – પૂર્વ, રાજકોટ 69 – પશ્ચિમ, રાજકોટ 70 દક્ષિણ, રાજકોટ 71 – ગ્રામ્ય છે. રાજકોટમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો જીતી ગયા હતા. રાજકોટમાં આ વર્ષેની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ઉછળશે અને તેની અસર મતદાન પર પડી શકે છે. રાજકોટમાંથી જ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા જો કે અડધી ટર્મમાં જ આખી સરકાર વિખેરીને નવા મંત્રીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા.

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા પુલ,  રામ વન અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરીને શહેરના લોકોને પ્રવાસનનો સ્થળનો લાભ આપ્યો હતો. રાજકોટમાં દર વર્ષની ચૂંટણીમાં વાયદાઓ થાય છે અને એ વાયદાઓનો કાયમી ઉકેલ મળી શકતો નથી. રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર છે. રાજકોટ શહેરમાં ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ લાઈટ, પાણી તેમજ રસ્તાઓની સુવિધા આપવામાં આવી નથી. રાજકોટમાં નવા બની રહેલા રિંગ રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તો બીજી તરફ રાજકોટમાં પશ્ચિમમાં ઘણા નવા વિસ્તાર આરએમસીમાં ભળી ગયા હોવા છતાં પણ સ્થાનિક લેવલે કોઈ કાર્ય થયું નથી.

રાજકોટમાં પરિવહન માટે ઇલેક્ટ્રિક બસોની સુવિધા વધારવામાં આવી રહી છે તો બીજી તરફ બસોના સમય પણ ચોક્કસ નક્કી હોતા નથી. રાજકોટમાં ગ્રામ્ય વિસ્તાર આરએમસીમાં ભળી ગયા હોવા છતાં પણ હજુ સુધી પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. રાજકોટમાં હજુ પણ અનેક વિસ્તારમાં પાણી માટે વિકરાળ સ્થિતિનું નિર્માણ થાય છે. રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારમાં હજુ પણ વીજ કાપ આવે છે અને કલાકો સુધી વીજ કાપ રહે છે.

રાજકોટમાં વિજય રૂપાણીની સરકાર સમયે રાજકોટને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી હતી. રાજકોટમાં વિજયભાઈ મુખ્યમંત્રી રહ્યા હતા તેનો લાભ રાજકોટના લોકોને મળ્યો હતો. રાજકોટમાં અનેક જગ્યાએ પુલના બાંધકામ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ તેમજ વિવિધ સરકારી કર્યોથી અને અનેક યોજનાથી લોકોને લાભ થયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત તમામ ઉમેદવારોને જીતળાવ ઉતરશે તો બીજી તરફ કોંગ્રેસ પણ મોંઘવારી, રોજગાર તેમજ વિવિધ મુદ્દાઓને લઈને ચૂંટણી લડી રહ્યો છે. આ વર્ષે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે ત્યારે રાજકોટમાં ત્રિપાખ્યો જંગ જામશે.

administrator
R For You Admin