ગુજરાત

ભાવનગરની પૂર્વ અને પશ્ચિમ બેઠકો પરના ઉમેદવારોની સંપત્તિ જાહેર

ગુજરાત વિધાસનભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો  બાકી રહી  ગયા છે ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર તેજ ગતિથી શરુ થઇ રહ્યો છે. ગુજરાત આગામી થોડાક દિવસ બાદ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે ત્યારે ભાવનગરની પૂર્વ અને પશ્ચિમ બેઠકો પર ઉમેદવારોએ તેમની સંપત્તિ જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગરની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ત્રિપાખ્યો જંગ જોવા મળશે.

ભાવનગરમાં ગ્રામ્ય બેઠક પરથી ભાજપના પરસોત્તમ સોલંકી, કોંગ્રેસના રેવતસિંહ ગોહિત, આમ આદમી પાર્ટીના ખુમાણસિંહ ગોહીલ ચૂંટણી લડી રહ્યા છે. જયારે ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપમાંથી જીતુ વાઘાણી, કોંગ્રેસના કિશોરસિંહ કુંભાજી ગોહિલ, આમ આદમી પાર્ટીના રજુ સોલંકી લડી રહ્યા છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પરના ભાજપના ઉમેદવાર પાસે 53 કરોડની સંપત્તિ છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ પાસે 2 કરોડ 35 લાખ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખુમાણસિંહ ગોહિલ પાસે 6 લાખ 94 હજાર 500 રૂપિયા છે. ભાવનગર પશ્ચિમ બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ વાઘાણી પાસે કુલ સંપત્તિ 8 કરોડ એ 1 લાખ છે જયારે કોંગ્રેસના કિશોરસિંહ કુંભાજી ગોહિલની કુલ સંપત્તિ 9 કરોડ 81 લાખ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રજુ સોલંકીની કુલ સંપત્તિ 20 લાખ 40 હજાર છે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.

administrator
R For You Admin