ગુજરાત

વાંકાનેરમાં યોગીએ મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈને જાહેર સભાને સંબોધતા કહી આ વાત

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલા યુપીના સીએમ યોગી આદિત્ય નાથે કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધત્વ કરવાનો મોકો વાંકાનેર મોરબીમાં મળ્યો છે. હું ઉત્તર પ્રદેશની ધરતી પરથી આવ્યો છે. યુપી ભગવાન શ્રી કૃષ્ણ અને રામની પાવન ભૂમી છે. માં ગંગા અને યમુનાના આશીર્વાદ આ પ્રદેશને નિરંતર મળતા રહે છે. આ ધરતી પર ભગવાન કૃષ્ણ, સરદાર પટેલ, નરેન્દ્ર મોદીજી પાવન ધરતી પર સૌ સાથે સંવાદન કરવાનો મોકો મળી રહ્યો છે.

મોરબીમાં ઝુલતા પુલ બ્રિજ દૂર્ધટનામાં જેમને તેમના પરીજનોને ખોયા છે તેમના પ્રતિ શ્રદ્ધાજલી દિવંગતોને અર્પણ કરું છું. આ ઘટનામાં દેશ મોરબીની જનતાની સાથે છે. રાત દિવસ જે રુપમાં કામ થયું. કાંતિભાઈ જેવા કાર્યકરોએ જીવ જોખમમાં મૂકીને લોકોને જે ફસાયા હતા તેમને બચાવ્યા હતા. મોરબી વિપરિત પરિસ્થિતિઓની વચ્ચે સતત ઉભું રહ્યું છે. આ પ્રકારની મુશ્કેલીઓ 1989માં પણ આવી હતી. આ ઉપરાંત સાક્લોન કે ભૂકંપ જેવી સ્થિતિમાં મોરબીને ઉભા થતા દેશ અને દુનિયાએ જોયું છે.

ગુજરાતમાં સપૂતોએ આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. રાષ્ટ્ર પિતા ગાંધીજીની આઝાદીની લડત દેશભરમાં પ્રેરણા આપે છે. ગાંધીજીનું સત્ય અને અહીંસાનું આંદોલન દુનિયાને નવી ઉર્જા આપે છે.  સરદાર પટેલે દેશની 500થી વધુ રીયાસતોને એક કરવાનું કામ કર્યું હતું. ગુજરાતની આ ધરતી છે.

પ્રધાનમંત્રીનું નેતૃત્વ ગુજરાતને મળ્યું છે. બાલીમાં આપણે જોયું છે. જેમાં 20 દેશોનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો હતો. દુનિયાના સંશાધનો પર અધિકાર છે તેવા દેશોના પીએમ રાષ્ટ્રપતિ ત્યાં હતા. આજે ગુજરાત મોડલની ચર્ચા દેશ અને દુનિયામાં ચર્ચા થાય છે. મુખ્યમંત્રીના સમયગાળામાં વિકાસનું શું મોડલ હોવું જોઈએ. સુરક્ષાનું શું મોડલ હોવું જોઈએ, ગરીબો માટે શું હોવું જોઈએ. પીસ ઓફ લીવિંગ  માટે શું હોવું જોઈએ એ મોડલ દેશને પણ આપ્યું  છે. કોરોના જેવી મહામારીના સમયમાં ભારતના 135 કરોડ લોકોને વેક્સીનથી ઉગાર્યા છે.

administrator
R For You Admin