ગુજરાત

ગુજરાતને પાણી આપવામાં કોંગ્રેસ મારી સાથે ગેરવર્તન કરતી હતી

શિવરાજ સિંહ ચૌહાણનો કોંગ્રેસ પર નિશાન શાધ્યું હતું અને તેમણે કચ્છથી રેલીને સંબોધતા કહ્યું કે, ગુજરાતને પાણી આપવામાં કોંગ્રેસ મારી સાથે ગેરવર્તન કરતી હતી, શું ગુજરાત પાકિસ્તાન છે.

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો આજથી મેદાને છે. યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, અનુરાગ ઠાકુર સહીતના નેતાઓ જાહેર સભાને સંબોધતા જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કચ્છની રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ મારી સાથે ગેરવર્તન કરતી હતી કે હું ગુજરાતને નર્મદાનું પાણી આપું છું. શું ગુજરાત પાકિસ્તાન છે ગુજરાત એ આપણું છે, ફર્ક ક્યાંથી આવ્યો? જ્યારે સરદાર સરોવર બંધાયું ત્યારે ગુજરાતને પાણી મળ્યું અને મધ્યપ્રદેશને તેના કારણે વીજળી મળી. તેમ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

અનુરાગ ઠાકુરે કહ્યું- પીએમ મોદી અને બીજેપીના કારણે ગુજરાત રમખાણો મુક્ત
આ ઉપરાંત અનુરાગ ઠાકુર પણ આજથી ગુજરાત પ્રચાર અભિયાનમાં જોડાયા છે. ગુજરાતમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું હતું કે જો રાજ્ય આજે રમખાણો મુક્ત છે તો તે ભાજપ અને પીએમ મોદીના કારણે છે. તેમણે કહ્યું, “જો ગુજરાત આજે રમખાણો મુક્ત છે તો તે ભાજપ અને પીએમ મોદીના કારણે છે. ગુજરાત જેટલું આગળ વધશે તેટલું ભારત પ્રગતિ કરશે. જો ગુજરાત જીતશે તો ભારત પ્રગતિ કરશે.

આજે શિવરાંજ સિંહની સાથે સાથે ગુજરાતમાં યોગી આદિત્યનાથ અને જેપી નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ ગુજરાતમાં તેના 27 વર્ષના રાજકીય શાસનથી બહાર છે ત્યારે તેમના તરફી પ્રચાર શરુ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતની તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી હોવાના કારણે સ્પર્ધા રસપ્રદ રીતે જોવા મળી રહી છે.

administrator
R For You Admin