ગુજરાત

વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સતર્ક

ગુજરાત વિધાનસાભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો કમર કસી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી શાંતિથી યોજાઈ તે માટે રાજકોટ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કન્ટ્રોલ રૂમ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે ખોટા સમાચાર, ખોટી અફવાઓ કે ખોટા મેસેજ વાઇરલ ન થાય તે માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બાઝ નજર રાખવામાં આવશે. આ માટે રાજકોટમાં સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા કન્ટ્રોલ રૂમમાં વોચ રાખવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ હતી. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કોઈ પણ સમાચાર  કે પોસ્ટરનું સત્ય જાણ્યા વિના જ પોસ્ટ વાયરલ ન કરે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ નજર રાખી રહે છે. આજનો યુવા વર્ગ ઉત્સાહમાં આવીને કોઈ ખોટી માહિતી ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાયરલ ન કરે તે માટે ન નજર રાખવામાં આવી છે. આ ઉપરાંત કોઈ ચોક્સ જ્ઞાતિ, ધર્મ કે સમુદાય પર કોઈ પ્રકારનું નિવેદન આપીને વાતાવરણ ન બગડે તે માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટી તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં નજર રાખીને આવારાતત્વો કે એવા વ્યક્તિ કે જે ખોટી માહિતી ફેલાવીને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરશે તેની પર કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.

administrator
R For You Admin