તાજા સમાચાર

નેહરુના સમયમાં 1 એઈમ્સ બની, વાજપેયીજીના સમયમાં 6 અને મોદીજીના સમયમાં 15 – નડ્ડા

આજથી ભાજપ દ્વારા પ્રચારના શ્રીગણેશ કરાયા છે ત્યારે નવસારીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર સભાને સંબોધી હતી. મતદારોને રીઝવવાના પ્રયાસના ભાગરુપે તમામ પાર્ટીઓ પ્રચંડ પ્રવાસ કરી રહી છે ત્યારે બીજેપીના સ્ટાર પ્રચારકો પણ આજથી પ્રથમ તબક્કાના મતદાને માટે મેદાને છે.

જેપી નડ્ડાએ કહ્યું કે, ઓલ ઈન્ડીયા મેડિકલ સાયન્સ રાજકોટમાં બની રહી છે. અત્યારે 15 બની રહ્યા છે. નેહરુજીના સમયમાં 1 એઈમ્સ બની, વાજપેયીજીના સમયમાં 6 એઈમ્સ બનાવવામાં આવી અને મોદીજીના સમયમાં 15 બન્યા.

200 નવા મેડિકલ કોલેજો ખૂલ્યા છે. અમારા ડૉક્ટરની કમી રહેતી હતી. 53 ટકા એમબીબીએસ મેડિલની સીટો વધી છે. 54 હજાર દર વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ બહાર પડે છે. સ્કૂલનો ડ્રોપ આઉટ રેસિયો ગુજરાત 1.7 ટકા જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી મોટ સ્ટેચ્યું છે. ગુજરાતમાં પાણીનું સ્તર 67 ટકા વધી ગયું છે. એજ રીતે ભાજપના વોટ પણ વધે તેવું આપનું નિવેદન છે. આ મહોર લગાવવાનો સમય છે. દોઢ મહિના પહેલા પીએમએ મોટા પ્રોજેક્ટ પાણીને લઈને આગળ વધાર્યો છે. રોજગારની વાત કરવામાં આવે તો 35 હજાર રોજગાર આપવાની વાતો કરી છે. અમે કામ કરીને બતાવીએ છીએ. મેનિફેસ્ટોમાં નથી કહેતા અમે કામ કરીને બતાવીએ છીએ.

બિમારી કરતા ભૂખમરાથી લોકો મરતા હતા જેથી ગરીબ કલ્યાણ માટેની યોજના શરુ કરી અને અનેક લોકોને અનાજ મળી રહ્યું છે. આજે ગુજરાતરમાં પણ આ યોજના અંતર્ગત લોકોને અનાજ મળે છે. સિલીન્ડર ગુજરાતમાં 36 લાખ લોકોને મળ્યા છે. 46 કરોડ જનધન ખાતાઓ ખુલ્યા છે. એક સમય હતો જનધનમાં ખાત ખોલતા કોંગ્રેસ મજાક ઉડાવતી હતી. પરંતુ રીઝલ્ટ આજે સામે છે.

administrator
R For You Admin