ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝઘડીયા વિધાનસભા વિસ્તારમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા

આજે યોગી આદિત્ય નાથની સભા ભરુચ ઝઘડીયા મત વિસ્તારમાં યોજવામાં આવી હતી. આ દરમિયા યુપીના સીએમ યોગી આદિત્યનાથે જનસભાને સંબોધન કર્યું હતું. આજે મોરબીમાં સભા ગજવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે ઝઘડીયા મત વિસ્તારમાં સભાનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ તેમણે કર્યા હતા.

આજે દેશ આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે 1947માં કોંગ્રેસીયાઓ જે ના કર્યું એ રીતે ભવ્ય ઉત્સવ હર ઘર તિરંગામાં ઉજવાયો હતો. કોંગ્રેસીઓએ આ રીતે તમારા ઘરમાં તિરંગાઓ નહીં લહેરાવવા દીધા હોય. બ્રિટનને પછાડીને ભારત 5માં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

માં નર્મદા દેશની 7 પવિત્ર નદીઓમાં એક છે. ગુજરાતમાં સરદાર સાહેબની સ્ટેચ્યૂ એક તીર્થ બન્યું છે. આ ભવ્ય સ્વરુપ અને મહાપુરુષોને સમ્માન કેવી રીતે આપવામાં આવે આ શીખવું હોય તો પ્રધાનમંત્રી મોદીજીથી શીખે. આ ડબલ એન્જિનની સરકારે કામ કર્યું છે. આ ક્ષેત્ર અમારા માટે તીર્થ છે. ભગવાન કૃષ્ણએ ગુજરાતમાં આવીને તેમનું તીર્થ સ્થાપિત કર્યું હતું.

2023માં અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનશે ત્યારે આ રાષ્ટ્ર મંદિર બનશે. કોંગ્રેસે દેશને આંતકવાર આપ્યો, ગુંડાગર્દી આપી પરંતુ ભારતમાં આજની સરકારે દેશને આતંકવાદથી મુક્ત કરવાનું બીડું ઝડપ્યું છે. દેશના પ્રત્યેક નાગરીકો માટે સ્વયં ભૂ યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

80 કરોડ દેશ વાસીઓને અનાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શું કોંગ્રેસ 377ને હટાવી શકી હોત. અયોધ્યામાં રામ મંદીરનું નિર્માણ શું કરી શકી હોત જ્યારે કોંગ્રેસ દેશને સુરક્ષા અને સ્વયંના કલ્યાણ માટે કંઈ કરી શકી નથી. તો વિચારો એ શું કરી શકત. આસ્થાના પ્રતિ સમ્માનો ભાવ શું હોવો જોઈએ તે આજે દેશમાં જોવા મળે છે. દેશનું વૈશ્વિક મંચ પર કઈ રીતે સમ્માન થવું જોઈએ તે પણ આપણે જી-20માં જોયું છે.

administrator
R For You Admin