ગુજરાત તાજા સમાચાર

ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, રાજકીય બેઠકો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ફરી આવશે, પ્રચંડ પ્રચારમાં ભાજપ જોડાઈ છે ત્યારે પીએમ મોદીની સાથે સાથે અમિત શાહનો પણ પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. 20 અને 21 નવેમ્બરે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજશે. ત્યારે તેઓ રાજકીય બેઠકોમાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો પણ સતત ગુજરાતની મુલાકાતે છે. આજે યોગી આદિત્યનાથ, મનસુખ માંડવીયા, શિરવાજસિંહ, જેપી નડ્ડા સહીતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં છે.
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પીએમ મોદી, મનોજ તિવારી, રવિ કિશન સહીતના દિગ્ગજો પણ આગામી સમયમાં પ્રચાર અભિયાનમાં જોડાશે.

અમિતિ શાહ બે દિવસ દરમિયાન 20 નવેમ્બરે નિઝર અને દેડિયાપાડામાં પ્રચાર કરશે. જ્યારે 21 નવેમ્બરે તેઓ જામખંભાડીયા.  કોડીનાર, રાજુલા અને ભુજમાં સભા કરવાના છે.ગુજરાતમાં વિવિધ વિધાનસભા બેઠકોમાં તેમજ જિલ્લાઓમાં અલગ અલગ ઉમેદવારો માટે પ્રચાર થઈ રહ્યો છે ત્યારે આ દરમિયાન ભાજપના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચારની સાથે સાથે બેઠકોમાં પણ ભાગ લેશે. અમિત શાહ તેમના હોમ ટાઉનમાં સભા ગજવશે.

જે રીતે બીજેપી અલગ રીતે પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના તમામ 182 ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે અમિત શાહ ગુજરાતમાં હતા અને તેમને ગુજરાતની કમાન સંભાળી છે કેટલાક રાજકીય નિર્ણયો પણ તેમણે અહીં આવીને લીધા છે.

administrator
R For You Admin