ગુજરાત

ઉનામાં રૂપાલાનો આગવો અંદાજ:નર્મદા બંધ માટે રાજ્યસભામાં ચીસો પાડીને માગણી કરતાં

ઉનામાં રૂપાલાનો આગવો અંદાજ:નર્મદા બંધ માટે રાજ્યસભામાં ચીસો પાડીને માગણી કરતાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતાનું પ્રચાર-પ્રસાર જોરશોરમાં કરી રહી છે. આજે ગુજરાતભરમાં ભાજપ પહેલાં ચરણની 89 બેઠક પર પોતાના સ્ટાર પ્રતારકોને એકસાથે મેદાને ઉતર્યા છે. જેમાં ઉનામાં ભાજપના ઉમેદવાર કે.સી.રાઠોડના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. હંમેશાની જેમ રૂપાલાએ ઉનામાં પણ પોતાના આગવા અંદાજમાં ભાષણ કર્યુ હતુ. પરસોત્તમ રૂપાલાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યુ કે, અમે રાજ્યસભામાં ચીસો પાડી પાડીને નર્મદા માટે રજૂઆત કરતા હતા, સાંભળે જ નહીં. વગર માઈકે એમના કાનમાં ધાક પડેને એવી ચીસો પાડી હતી. શું કહું તમને એ માણસની રેખા પણ ના બદલે, દાંતે ના કાઢે અને ખીજાય પણ નહીં. તો મને એમ થાય કે હું રાજસભામાં છું કે બારે છું. પછી ખબર પડે આપણે તો અહીં જ છિએ પણ આ હજ્જડબમ છે. GDP આપણે ગ્રોથ રેટમાં ગયા ​​​​​​વર્ષે 6 નંબર પર હતા અને પાંચ નંબર પર આવ્યા. આપણી પહેલા પાંચમાં નંબરે ઈંગલેન્ડ હતું કે જેને 150 વર્ષ ભારત પર રાજ કર્યુ. તેની સાઈડ કાપીને મોદીએ કિધું વાંહે રે ભુરયાં અમે પાંચમાં નંબરે પર. ગીરગઢડા રોડ ઉપર આવેલ સુગર ફેક્ટરીની બાજુમાં મોદી ગ્રાઉન્ડમાં ઉભુ કરાયેલ હેલીપેડ પર કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનું કે.સી રાઠોડે, ડાયા જાલોંધરા, હરી સોલંકી, વિજય બાંભણીયા, વિશાળ વોરા સહીતએ પુષ્પગુચ્છ સ્વાગત કર્યું હતું. ઉના રાવણા વાડી ખાતે સભામાં શહેર અને તાલુકાભરના ભાજપ કાર્યકરો આગેવાની તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ સભામાં કે સી રાઠોડે દ્વારા ફુલહારથી સ્વાગત કર્યુ હતું. તેમજ તાલુકાના વિવિઘ સંગઠનો દ્વારા પણ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરેલ હતું.

administrator
R For You Admin