વાપીમાં ડુંગરા, ચણોદ, હરિયા પાર્ક સહિતનો વિસ્તાર ઉમરગામ વિધાનસભા હેઠળ આવે છે. જ્યાં ઉમરગામ બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકરોએ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારો ભાજપને મત આપે તે માટે રમણલાલ પાટકરે ડુંગરા વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રમણલાલ પાટકરે ઉપસ્થિત ભાજપના આગેવાનો કાર્યકરોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે ભાજપ દ્વારા વિકાસના કામ થયા છે. તેમાં કેટલાક સ્થળો પર કામ ઓછા પણ થયા છે. આવા જ ઓછા કામના કારણે વાપી નગરપાલિકાના બે વોર્ડમાં 4 સભ્યો હાર્યા છે. એ વોર્ડમાં કામ ઓછા થયા હતા. જો કે પાટકરે વધુમાં એ પણ જણાવ્યું હતું કે તે ઉમરગામ બેઠકની આ ચૂંટણીમાં 1 લાખની લીડથી જીત મેળવશે. મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબંધિત કરી પાટકરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 18 કરોડ સભ્ય સંખ્યા ધરાવતી પાર્ટી છે. પાર્ટીમાં શિષ્ત અને વિકાસના મુદ્દા છે. એટલે 27 વર્ષથી ગુજરાતમાં વિકાસના મુદ્દા પર ચૂંટાતા રહ્યા છીએ અને આ ચૂંટણીમાં પણ ચૂંટાઈશું. ગુજરાતના 18000 ગામ 8 મહાનગરપાલિકા, 160 નગરપાલિકા, 13,500 ગ્રામ પંચાયત માં ભાજપે વિકાસ કર્યો છે જે પ્રજાને ગમ્યો છે અને વિકાસના મુદ્દા ઉપર ભાજપ ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં ભાજપની સરકાર બને ફરી તેઓ વિજય મેળવે એ માટે વલસાડ જિલ્લાની ઉમરગામ બેઠક પર વાપી-ઉમરગામમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. પ્રચાર અભિયાન તે જ કર્યું છે. 100 બહેનોની પાંચ ટીમ ઘરે ઘરે જઈ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ઉંમરગામ વિધાનસભા બેઠક પર 2.84 લાખ મતદારો છે. જેમાં 39 વર્ષની ઉંમર સુધીના 1.5 લાખ મતદારો છે જે ભાજપ સાથે છે એટલે તેમને 1,35,000 મતો મળશે અને એક લાખની લીડ થી જીત મેળવશે. પાટકરે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આ વિસ્તારમાં કોઈ જ કામ કર્યા નથી પ્રજા ભાજપ સાથે છે વિકાસની સાથે છે.
ગુજરાત
ઉમરગામના ઉમેદવાર રમણ પાટકરે સ્વીકાર્યું કે વાપીના 2 વોર્ડ સહિત કેટલાક વિસ્તારમાં વિકાના કામ ઓછા થયા છે!
- by rforyouadmin
- November 19, 2022
- 0 Comments
- 29 Views



