તાજા સમાચાર

તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનનો મસાજ કરાવતો વીડિયો વાયરલ, ભાજપે AAPને લીધી આડે હાથ

દિલ્હીની તિહાર જેલમાં કેદ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો જેલની અંદરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવી રહ્યા છે. આ કથિત વીડિયોમાં સત્યેન્દ્ર જૈન પગમાં મસાજ કરાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સત્યેન્દ્ર જૈન ખૂબ જ આરામથી બેડ પર સૂઈ રહ્યા છે અને તેમના હાથ અને પગ પર મસાજ કરવામાં આવી રહ્યું છે અને તેઓ લોકોની સાથ વાત કરી રહ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અલગ-અલગ દિવસોનાં વીડિયો છે, કારણ કે વીડિયોમાં તેઓ અલગ-અલગ કપડામાં દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે અગાઉ EDએ પણ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈનને જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ આરામથી બેડ પર આડા પડ્યા છે, અને તેમના હાથ અને પગ પર મસાજ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેઓ લોકોની સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે.

આ તિહાર જેલના બ્લોક Aના સેલ નંબર 4ના સીસીટીવી ફૂટેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું જણાવી રહ્યું છે કે આ ફૂટેજ 13-14 સપ્ટેમ્બર અને 21 સપ્ટેમ્બર 2022ના છે. EDએ પણ આ જ વાતનો દાવો કરતા કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળે છે, અને તેઓ જેલમાં આરામદાયક જીવન જીવે છે. એફિડેવિટમાં જૈનને ઘરનું ભોજન મળવાનો, પત્નીને સમય કરતા વધારે મળવાનો, અને મસાજ આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે મસાજ કરાવતો તેમનો આ વીડિયો પણ સામે આવ્યો છે.

જેલ તંત્ર પર ઉઠ્યા સવાલ

કેજરીવાલના મંત્રીને જેલમાં ખાસ ટ્રીટમેન્ટ મળે છે તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમના માટે ભોજન અને પાણી પણ ઘરેથી આવે છે. જેલમાં બાકીના કેદીઓ સામાન્ય પાણી પીવે છે, જયારે સત્યેન્દ્ર જૈનને મિનરલ વોટર મળે છે. આ વીડિયો સામે આવતા જ જેલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.

ભાજપે AAPને આડે હાથ લીધી

આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે AAPના મંત્રીઓ તિહાર જેલમાં તેમની સજા નથી ભોગવતા પણ પરંતુ સંપૂર્ણ મજા કરે છે. ભાજપે માંગ કરી છે કે આ મામલે તપાસ થાય. જેલમાં મળવા આવતા લોકો પર સવાલ ઉઠાવતા ભાજપે પૂછ્યું કે કોણ છે આ લોકો જે સત્યેન્દ્ર જૈનને જેલમાં મળવા આવી રહ્યા છે. વીડિયોમાં તેઓ કઈ ફાઈલો ચેક કરી રહ્યા છે. બીજેપી સાંસદ રમેશ બિધુરીએ કહ્યું કે AAP મંત્રીનું સત્ય સામે આવી ગયું. આ અગાઉ પણ ભાજપે આમ આદમી પાર્ટી અને અર્વીંફ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને આપને દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી અને કેજરીવાલને સૌથી ભ્રષ્ટ નેતા ગણાવ્યા હતા.

administrator
R For You Admin