ગુજરાત

પતિ બન્યો પત્નીનો હત્યારો,પતિએ શંકા દૂર ન કરી પણ પત્નીને જ દૂર કરી નાખી : હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસ માં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિ દ્વારા કુહાડી ના ઘા ઝીંકી દઈ હત્યાને અંજામ આપવામાં આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો હતો.જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલે તપાસ હાથધરી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે આવેલ ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસ માં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલા જ્યોત્સના રણજીત ભાઈ વસાવા ગત રાત્રીના સમયે પોતાના ઘરે હતા તે દરમિયાન તેના પતિ રણજીત બાલુભાઈ વસાવા તેમની પત્ની જ્યોત્સના બેનના ચારિત્ર્ય અંગે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો.

ઝઘડા દરમિયાન એકા એક ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ જ્યોત્સના બેનને કુહાડી ના ઘા ઝીંકી દઈ હુમલો કરતા હુમલા માં જ્યોત્સનાબેનને ગળાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું.જે બાદ ઘટનાને અંજામ આપી રણજીત બાલુભાઈ વસાવા સ્થળ ઉપર થી ફરાર થઈ જતા સ્થાનિકો દ્વારા મામલા અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવી હતી.

અંકલેશ્વર રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક જ્યોત્સના બેન વસાવા ની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હત્યાને અંજામ આપી ફરાર થયેલ રણજીત વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

administrator
R For You Admin