ગુજરાત

ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલએ આપ્યો ગુજરાતીમાં સંદેશ,ગુજરાતી શીખી ગયા કે શું ?

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીનો ગુજરાતીમાં એક વિડીયો વાયરલ કરીને લોકોને સંદેશ આપ્યો છે.જેમાં તેઓ ગુજરાતીમાં બોલતા જોવા મળી રહ્યા છે.તેઓ ગુજરાતીઓની પાસે મદદ માંગતા જોવા મળી છે અને આમ આદમી પાર્ટીને મત આપવા માટે માંગણી કરી છે.

આ વાયરલ કરેલ વીડિયોમાં કેજરીવાલ શરૂઆત ગુજરાતી ભાષામાં કેમ છો થી કરે છે.અને કહે છે કે તમે ઈચ્છો છો ને કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને,સૌને મફતમાં વીજળી મળે,સારી સ્કૂલો અને હોસ્પિટલો બને,સૌને રોજગારી મળે,જેથી અમને તમારો સાથ અને સહકાર જોઈએ છે.તમે તમારા વોટ્સએપ પરથી તમારા સૌ મિત્રો અને સાગા સંબંધીઓને એક મેસેજ મોકલી આપો અને મેસેજમાં લખો કે હું આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવાનો છું.અને તમે પણ આ વખતે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલજી ને જ મત આપજો,આ મેસેજ તમે મોકલશો ને પાકું ? તેવું કહેતા જોવા મળે છે.

આપના નેતા અરવિંદ કેરજરીવાલ દ્વારા કરવામાં આવેલ ગુજરાતી વાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.છેલ્લા થોડા સમયથી ગુજરાતીમાં અરવિંદ કેજરીવાલ વાત કરતા જોવા મળી રહ્યા છે.તેવામાં તેમની વાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે શું અરવિંદ કેજરીવાલજી ગુજરાતી ભાષા શીખી ગયા તેવામાં આ વિડીયો હાલ ગુજરાતીમાં વાત લોકો સુધી આપના કાર્યકરો અને નેતાઓ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલના વિડિયોમાં ડો. બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહનો ફોટો જોવા મળ્યો 

અરવિંદ કેજરીવાલ દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડિયોમાં ડો. બાબા સાહેબ આંબેડકર અને શહિદ ભગતસિંહનો ફોટો પણ જોવા મળ્યો હતો.દેશની આજાદીમાં ફાળો આપનાર બંને મહાપુરુષોનો ફોટો વિડિયોમાં રાખી અરવિંદ કેજરીવાલ સંદેશો આપવા માંગતા હતા.

administrator
R For You Admin