ગુજરાત

મોરબી જીલ્લાની એકમાત્ર બેઠક છે કે જે પીએમ મોદીના મુખ્યમંત્રી કાળમાં પણ કોંગ્રેસે જાળવી રાખી હતી ત્યારે આ વખતેના શું છે સમીકરણો

મોરબી જીલ્લો પરંપરાગત ભાજપનો ગઢ રહ્યો છે જોકે વાંકાનેર બેઠક તેમાં અપવાદ જોવા મળે છે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં પણ કોંગ્રેસે આ બેઠક છેલ્લી ત્રણ ટર્મથી જાળવી રાખી છે વર્ષ ૨૦૦૭ થી કોંગ્રેસના મહમદ જાવીદ પીરઝાદા જીતતા આવ્યા છે જોકે ગત ચુંટણીમાં નજીવા અંતરે ભાજપના ઉમેદવારની હાર થઇ હતી અને ભાજપે ફરી જીતુભાઈ સોમાણીને ટીકીટ આપતા રસપ્રદ જંગ જોવા મળી સકે છે તો આપ ફેક્ટરને કારણે ત્રિપાંખીયો જંગ પણ જામી સકે છે જોકે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈના પણ શાસનમાં વાંકાનેર પંથકનો સારો વિકાસ થયો છે તેમ કહી સકાય નહિ ટ્રાફિક અને ગંદકી જેવી સમસ્યા આજે પણ વાંકાનેરમાં માથું ઉચકી રહી છે

મતદારોનો મિજાજ : 

ત્રિપાંખીયો જંગ કોને ફાયદો કરાવશે કોને નુકશાન તે જાણવું રસપ્રદ છે.વાંકાનેર બેઠક પર કોળી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે અને આમ આદમી પાર્ટીએ કોળી સમાજના યુવા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે અને ત્રિપાંખીયો જંગ જામે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે ત્યારે આપ ફેક્ટર કોને ફાયદો કરાવશે કોને નુકશાન તે કહેવું મુશ્કેલ છે કોળી મતદારો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે વહેંચાયેલા છે ત્યારે કોળી મતો તૂટતા કોને ફાયદો થશે તે ચોક્કસ કહી સકાય નહિ

લોકોની અપેક્ષા : 

૧) ટ્રાફિક અને ગંદકી સમસ્યાનું નિવારણ

વાંકાનેર શહેરમાં આજે પણ ટ્રાફિક પ્રશ્ન મુખ્ય માનવામાં આવે છે લોકો પ્રતિદિન ટ્રાફિકમાં પરેશાન થતા હોય છે તે ઉપરાંત ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય અંગે પણ અનેક ફરિયાદો જોવા મળતી હોય છે ત્યારે લોકો ટ્રાફિક અને ગંદકીના નિવારણની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે તે ઉપરાંત રોડ રસ્તાના પ્રશ્નો પણ જોવા મળે છે ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓ દયનીય હાલતમાં હોય જે અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવતી હોય છે.

૨) વિસ્તારની સમસ્યા

મોરબીથી વાંકાનેર સુધી વિવિધ ઉદ્યોગ વિકાસ પામ્યા છે એટલે રોજગારી જેવા મુદાઓ ખાસ જોવા મળતા નથી પરંતુ ફેક્ટરીમાં સર્જાતા અકસ્માત, તાત્કાલિક સારવાર મળતી નથી તે હકીકત છે ગંભીર ઈજાની સ્થિતિમાં દર્દીને રાજકોટ રીફર કરવા પડે છે વાંકાનેર સિવિલ હોસ્પિટલને આધુનિક કહી સકાય તેવી સ્થિતિમાં બિલકુલ નથી

આ વિસ્તારોની રાજકીય ઇતિહાસ શું કહે છે જાણો :

વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું શાસન ત્રણ ટર્મથી રહ્યું છે જોકે તેનાથી વિપરીત વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળે છે જેના પરિણામે પાલિકામાં ભાજપ અને ધારાસભ્ય કોંગ્રેસના હોવાથી વિકાસકાર્યોમાં રૂકાવટ જોવા મળતી હોય છે તો આઝાદી બાદ પ્રથમ વખત છેલ્લે યોજાયેલી વાંકાનેર તાલુકા પંચાયત ચુંટણીમાં ભાજપે જીત મેળવી હતી જેથી હવે વિધાનસભા બેઠક જીતવા ભાજપે કમર કસી છે અને ત્રિપાંખીયો જંગ કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી સકે છે

આ વિસ્તારના મતદારોની સંખ્યા :

આ વિસ્તારમાં વિધાનસભા વિસ્તારનું વાત કરીઆ તો, અંહી કુલ ૨,૮૧,૨૦૫ મતદારો છે. જેમાંથી ૧,૪૫,૨૨૧ પુરુષ મતદારો છે તેમજ ૧,૩૫,૯૮૩ સ્ત્રી મતદારો અને અન્ય એક મતદાર છે.

જ્ઞાતિગત સમીકરણ

આ બેઠક પર સૌથી વધુ કોળી સમાજનું પ્રભુત્વ છે કારણ કે એક અંદાજ પ્રમાણે અંહી ૬૨૦૦૦ મતદારો છે. તો લઘુમતી સમાજના મત પણ નિર્ણાયક છે કારણ કે ૫૨૦૦૦ આસપાસના મતો છે. તો પાટીદાર -૨૨૦૦૦,માલધારી-૨૦,૦૦૦ અને દલિત સમાજના ૧૫,૦૦૦ મતો છે.

અંહી મુખ્ય ઉમેદવારો :

આ વખતના ઉમેદવારોની વાત કરીએ તો અંહી કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરઝાદા ઉમેદવાર છે તો કોંગ્રેસમાંથી જીતુ સોમાણી મેદાને છે.તો આપમાંથી વિક્રમ સોમાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે. જેથી આ બેઠક પર ત્રિ પાંખિયો જંગ થવાનો છે.જેથી આ બેઠક પર આ વખતનું પરિણામ કટોકટી ભર્યું હોવાનું ચારકાઈ રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં યોજાયેલ ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો : 

વર્ષ            વિજેતા                 પક્ષ            સરસાઈ

૧૯૯૮         ખુર્શીદ હૈદર પીરઝાદા કોંગ્રેસ           ૧૩૮૩

૨૦૦૨         જ્યોત્સનાબેન સોમાણી ભાજપ           ૯૬૨૧

૨૦૦૭         મહમદ પીરઝાદા       કોંગ્રેસ          ૧૮,૧૦૩

૨૦૧૨         મહમદ પીરઝાદા       કોંગ્રેસ           ૫૩૧૧

૨૦૧૭         મહમદ પીરઝાદા       કોંગ્રેસ          ૧૩૬૧

મોરબી જીલ્લો પરંપરાગત ભાજપનો ગઢ રહ્યો છે જોકે વાંકાનેર બેઠક તેમાં અપવાદ જોવા મળે છે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં પણ કોંગ્રેસે આ બેઠક છેલ્લી ત્રણ ટર્મથી જાળવી રાખી છે વર્ષ ૨૦૦૭ થી કોંગ્રેસના મહમદ જાવીદ પીરઝાદા જીતતા આવ્યા છે જોકે ગત ચુંટણીમાં નજીવા અંતરે ભાજપના ઉમેદવારની હાર થઇ હતી અને ભાજપે ફરી જીતુભાઈ સોમાણીને ટીકીટ આપતા રસપ્રદ જંગ જોવા મળી સકે છે તો આપ ફેક્ટરને કારણે ત્રિપાંખીયો જંગ પણ જામી શકે છે.જોકે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈના પણ શાસનમાં વાંકાનેર પંથકનો સારો વિકાસ થયો છે તેમ કહી સકાય નહિ ટ્રાફિક અને ગંદકી જેવી સમસ્યા આજે પણ વાંકાનેરમાં માથું ઉચકી રહી છે

administrator
R For You Admin