તાજા સમાચાર

વર્ષોથી ભાજપનો ગઢ ટંકારા શહેર આજે પણ રાહ જોવે છે ક્યારે નગરપાલિકા મળશે?

૬૬ ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારમાં મુખ્ય મથક એવા ટંકારાને તાલુકાનો દરજ્જો તો મળ્યો છે પરંતુ ટંકારાને હજુ સુધી નગરપાલિકા આપવામાં આવી નથી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારાને યાત્રાધામ વિકાસમાં પણ સામેલ કરાયું છે પરંતુ ટંકારામાં ઉડીને આંખે વળગે તેવો કોઈ વિકાસ જોવા મળતો નથી મોરબી-રાજકોટ હાઈવે પર સ્થિત ટંકારાને વર્ષોની માંગણી બાદ માંડ બસ સ્ટેશનની સુવિધા મળી છે જોકે હાઈવે પર આવતો ઓવરબ્રિજ તેમાં પણ નડતરરૂપ બન્યો છે અને એસટી બસો બસ સ્ટેન્ડમાં આવતી ના હોવાની રાવ પણ જોવા મળે છે

મતદારોનો મિજાજ – ટંકારાના મતદારોનો ઝોક કોની તરફ રહેશે તે સસ્પેન્સ

વર્ષ ૨૦૧૭ માં પાટીદાર આંદોલનના પ્રભાવ હેઠળ ભાજપે પોતાનો ગઢ ગુમાવ્યો હતો અને ટંકારા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બન્યા હતા તો હાલ કોઈ આંદોલનની અસર જોવા મળતી નથી તેમજ ટંકારા બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોય ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પાટીદાર ઉમેદવાર મેદાને ઉતાર્યા છે જેથી ત્રિપાંખીયો જંગ પણ જામી સકે છે તેવી સ્થિતિમાં કોણ બાજી મારશે અને મતદારોનો ઝોક કોના તરફ રહેશે તે હાલ કહી સકાય નહિ

લોકોની અપેક્ષા – ખેતીના પ્રશ્નો, નગરપાલિકાનો દરજ્જો મળે

ટંકારા પંથકમાં ખેતીના સિંચાઈના પ્રશ્નો જોવા મળે છે જેથી ખેડૂતો વિજેતા ઉમેદવાર પાસે કેનાલ, પાકવીમો સહિતના પ્રશ્નોના ઉકેલની અપેક્ષા રાખશે તેવી જ રીતે નગરપાલિકા આપવામાં આવે અને પંથકનો વિકાસ થાય તેવી અપેક્ષા પણ મતદારો ચોક્કસ રાખશે

વિસ્તારની સમસ્યા – ટંકારામાં માર્કેટિંગ યાર્ડ નથી, સારવાર માટે મોરબી-રાજકોટ જવું પડે

ટંકારા ખેતીની દ્રષ્ટ્રીએ આગળ પડતો તાલુકો છે જોકે ખેડૂતોને પોતાની કૃષિ જણસો લઈને મોરબી માર્કેટિંગ યાર્ડ આવવું પડે છે તે ઉપરાંત આરોગ્ય સેવાઓ પણ ખાસ કાઈ છે નહિ અકસ્માત કે ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીઓને મોરબી અથવા રાજકોટ ખસેડવા પડતા હોય છે

રાજકીય સ્થિતિ- વર્ષોથી ભાજપનો ગઢ પાટીદાર આંદોલનમાં ધરાશાયી

મોરબી બેઠક જેમ ટંકારા પણ વર્ષ ૧૯૯૫ થી ભાજપનો ગઢ રહ્યો છે જ્યાંથી હાલના સાંસદ મોહનભાઈ કુંડારિયા પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે જોકે પાટીદાર આંદોલનના વહેતા પવનમાં ભાજપનો ગઢ ધરાશાયી થયો હતો ૨૦૧૭ માં ટંકારા વિધાનસભા બેઠક તેમજ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી હતી જોકે છેલ્લે યોજાયેલ ચુંટણીમાં તાલુકા પંચાયત ફરી ભાજપે જીતી લીધી છે ત્યારે હવે વિધાનસભા બેઠક પરત મેળવી સકે છે કે નહિ તે જોવું રહ્યું

૬૬ ટંકારા-પડધરી

ટંકારા- પડધરી વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા ૨,૪૯,૪૪૪ છે, જેમાં ૧,૨૮,૧૩૧ પુરુષો અને ૧,૨૧,૩૧૩ સ્ત્રી મતદારો છે.

મુખ્ય ઉમેદવારો

ભાજપ : દુર્લભજીભાઈ દેથરીયા (મોરબી)

કોંગ્રેસ : લલીતભાઈ કગથરા (રાજકોટ)

આપ : સંજય ભટાસણા (ટંકારા)

જ્ઞાતિગત સમીકરણ

અહીં ઉલ્લેખનીય છે કે આ બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. અહીં 1,20,000 પાટીદારો છે, જયારે 12000 થી વધુ દલિત, 8000 થી વધુ માલધારી, 12000 થી વધુ ક્ષત્રિય અને 8000 જેટલા કોળી મતદારો છે.

પાંચ ચુંટણીનું સરવૈયું

વર્ષ            વિજેતા                 પક્ષ            સરસાઈ

૧૯૯૮         મોહન કુંડારિયા         ભાજપ          ૧૦,૬૧૬

૨૦૦૨         મોહન કુંડારિયા                 ભાજપ          ૧૦,૮૫૩

૨૦૦૭         મોહન કુંડારિયા                 ભાજપ          ૧૯,૦૯૫

૨૦૧૨         મોહન કુંડારિયા                 ભાજપ          ૧૫,૪૦૭

૨૦૧૪         બાવજીભાઈ મેતલીયા   ભાજપ          ૧૧,૭૩૧ (પેટા ચુંટણી)

૨૦૧૭         લલીતભાઈ કગથરા     કોંગ્રેસ          ૨૯,૭૭૦

administrator
R For You Admin