ગુજરાત

પાટણની રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અને થરાદ 8 વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીની જાહેર જંગી સભા યોજાઈ

પાટણની રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અને થરાદ 8 વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીની જાહેર જંગી સભા યોજાઈ સભા સ્થળ ઉપર રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી નુ સ્વાગત દેશી ઢોલ વગાડીને બહેનો દ્વારા દેશી ધોળ ગાઇને, ગામની કિશોરીઓ દ્વારા સામૈયુ કરીને કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગામની તમામે તમામ કોમના સભ્યો હાજર રહી, સાહેબની જીત માટેનુ મનોબળ વધારી જંગી બહુમતીથી વિજય થાય એવી નિલકંઠ મહાદેવ ને પ્રાથના કરી હતી. એટલુજ નહી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સહસ્ત્ર સિમા બળમાં યુવાનો જોડાયા હોય તેવુ આ ગામ વરસો પહેલાં મોખરે હતુ. અને તે વખતે સાહેબનો પણ આ ડિપાર્ટમેન્ટ સાથે નજીકનો નાતો રહ્યો છે. ત્યારે ઘણા લાંબા સમય પછી આજે બુઢનપુર ગામે જાહેર સભામાં ને ભૂતકાળ યાદ કરાવ્યો હતો. અને સહસ્ત્ર સિમા બળના એક્ષ સર્વિસ મેન ગુલાબગીરી અતિત, રમેશભાઇ પંડ્યા, પ્રેમજીભાઈ પટેલ તથા સ્વ, ભીખાભાઈ પટેલના પુત્ર નવિનભાઈ પટેલ અને પ્રતાપભાઈ પંડયા ના ભાઇ હરઞોવનભાઈ એ નુ ફુલહાર અને સાલ ઓઢાડીને સવાગત કરવામાં આવ્યું હતું. ગામમાં વસવાટ કરતી તમામે તમામ કોમના આગેવાનો એ ભેગા મળીને સાહેબનુ સવાગત કર્યુ હતુ, *આ પ્રસંગે સાહેબની જીત માટે રમેશભાઇ મયારામ પંડયા એ માનતા માની તેમની કુળદેવી વેરાઈ માતાએ સાહેબને સાકર ભારોભાર તોળવાની જાહેરાત કરી હતી.* કાર્યક્રમના અંતે ગામના માજી સરપંચ રમેશગીરી બાપજી, માજી સરપંચ રેવાગીરી બાપજી,યુવા કાર્યકર ગુલાબગીરી બાપજી,મંત્રી અણદાભાઇ। પટેલ,હિરજીભાઈ પટેલ, પ્રેમજીભાઈ રુપાભાઇ પટેલ પ્રકાશગીરી બાપજી સાથે ગામના ઘણા નામી અનામી દરેક મિત્રો એે સાહેબની જીત માટે ખડા પગે રહી ગામમાં વધુમાં વધુ મતદાન કરાવીશુ તેવી જાહેરાત કરી હતી.

administrator
R For You Admin