ગુજરાત

બાપુનગરથી AIMIMનાં ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું, કોંગ્રેસને ટેકો જાહેર કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની બેઠકો પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને ગુજરતમાં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, એમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

14 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને 17 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એવામાં હવે બાપુનગરથી AIMIMનાં ઉમેદવારે આજે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે અને કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

ત્યારે અમદાવાદની બાપુનગર બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાન પઠાણ (સિબુભાઈ)ને AIMIMએ મેદાનમાં ઉતાર્યા હતા. પણ હવે શાહનવાઝખાન પઠાણે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. પોતાનું ફોર્મ પાછું ખેંચ્યા પછી તેમણે કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

જણાવી દઈએ કે આ વખતે AIMIM ગુજરાતમાં 65 જેટલી સીટો ઉપર ચૂંટણી લડશે. પાર્ટીના સુપ્રિમો અસદુદ્દીન ઓવૈસીએ રાજ્યમાં જે જગ્યાએ 60થી 65 હજાર મુસ્લિમ મતદારો છે તે જગ્યાએ પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે.

administrator
R For You Admin