ગુજરાત

પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાશે, કરશે ગેહલોત સાથે મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને રાજ્યના રાજકારણમાં ગરમી વધી ગઈ છે. ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ પછી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવતા ફોર્મ પણ ભર્યું હતું, પણ હવે તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું છે અને હવે તેઓ ગેહલોત સાથે મુલાકાત કરીને કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પણ હવે તેમણે અપક્ષ તરીકે ફોર્મ પાછું ખેંચી લીધું છે. અને જાણકારી મળી રહી છે કે આજે તેઓ અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે.

જણાવી દઈએ કે વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો. તેમણે ૨૦૧૯મા કોંગ્રેસ છોડીને ધારાસભ્ય પદ છોડ્યું હતું. ત્યારે આ વખતે તેમણે ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અગાઉ સોમભાઈ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને તેમનું કોળી પટેલ સમાજમાં ઘણું વર્ચસ્વ છે.

પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ ત્રણ વખત ભાજપમાંથી અને એકવાર કોંગ્રેસમાંથી સાંસદ રહી ચુક્યા છે.

administrator
R For You Admin