તાજા સમાચાર

કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- માત્ર મુસ્લિમ જ દેશને બચાવી શકે છે, ભડકી ઉઠ્યા મુખ્યમંત્રી

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ત્યારે નેતાઓના એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ ચરમસીમાએ પહોંચી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસના એક નેતાએ એવું કહીને વિવાદ સર્જ્યો છે કે દેશને માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે. ભાજપના નેતા અને રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરના આ નિવેદનને ટ્વીટ કરીને કહ્યું કે, હારના ડરથી કોંગ્રેસે ફરીથી લઘુમતી તુષ્ટિકરણની મામૂલી રાજનીતિનો આશરો લીધો છે. પરંતુ, કોંગ્રેસે જાણવું જોઈએ કે તેમને હારથી કોઈ બચાવી શકશે નહીં.

વીડિયોમાં ચંદન ઠાકોર ગુજરાતીમાં જાહેર સભાને સંબોધતા કહે છે, “અમે તેમને (ભાજપ)ને નવું કામ કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ લઈને આખા દેશને છેતર્યો. હવે માત્ર મુસ્લિમ સમાજ જ દેશને બચાવી શકે છે અને માત્ર કોંગ્રેસ જ મુસ્લિમ સમાજને બચાવી શકે છે. માત્ર એક જ ઉદાહરણ આપીએ તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી NRCના મુદ્દે રસ્તા પર લડાઈ લડી.”

ત્યારે આજે વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્રમાં ચાર સભાને સંબોધિત કરવાના છે. ત્યારે શનિવારે વલસાડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ગુજરાતને બદનામ કરનારાઓથી સાવધાન રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેમને રાજ્યમાં સ્થાન મળવું જોઈએ નહીં. તેમણે આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાએ ક્યારેય કોઈને દુ:ખ પહોંચાડ્યું નથી અને જે પણ ગુજરાતમાં આવે છે તેને ગળે લગાવે છે. ગુજરાતને બદનામ કરનારા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, હાલમાં ઈન્ટરનેટ ડેટા બિલ જે મહિને 250-300 રૂપિયા આવે છે, એ જો કોંગ્રેસ સત્તામાં હોત તો 5,000 રૂપિયા હોત. શનિવારે તેમણે વાપીમાં પણ રોડ શો કર્યો હતો.

administrator
R For You Admin