ગુજરાત દક્ષિણ ગુજરાત

વડોદરામાં સુરતવાળી ન થાય એ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગમી વધી રહી છે. એવામાં વડોદરામાં સુરતવાળી ન થાય એ માટે આમ આદમી પાર્ટીએ પહેલા જ એક એવું પગલું ભર્યું છે કે જાણીને ઝટકો લાગશે. વડોદરામાં ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે એ માટે તેઓને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોતાના ધારાસભ્યોને સલામત રાખવા માટે પાર્ટીઓ તેમણે હોટલ કે રિસોર્ટ લઈ જવામાં આવતા હતા. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ આ પગલું ભર્યું છે.

ફોર્મ પાછું ન ખેંચે એ માટે લઈ જવાયા અજ્ઞાત સ્થળે

આમ આદમી પાર્ટીને ડર છે કે સુરતમાં તેમના ઉમેદવારે અચાનક જ ફોર્મ પાછું ખેંચી લીધું હતું એમ વડોદરામાં ન થાય એ માટે પોતાના 6થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. આ જ અઠવાડિયે સુરત પૂર્વ વિધાનસભ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. જેને કારણે આમ આદમી પાર્ટી એક સીટ ગુમાવવી પડી હતી. ત્યારે હવે પાર્ટી જાતે સતર્ક થઈ ગઈ છે અને આવું પગલું ભર્યું છે.

જણાવી દઈએ કે સુરતમાં AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. જો કે તેઓએ એમ કીધું હતું કે તેમણે ભાજપ કે અન્ય કોઈના દબાણમાં આવીને આમ નથી કર્યું, પણ આ મુદ્દે સતત ભાજપ પર આરોપો લાગી રહ્યા છે.

સુરતના AAPના કંચન જરીવાલાએ જણાવ્યું હતું કે, ભાજપ કે અન્ય કોઈના દબાણમાં આવીને મેં ફોર્મ ખેંચ્યું નથી, એ વાત ખોટી છે. તેમણે વધુમાં જણાવ્યું કે મારા વિસ્તારનું પાર્ટીનું સંગઠન મારી વિરોધમાં હતું. મારી ઉમેદવારી જાહેર થઈ ત્યાર પછી અહીંના કેટલાક AAPના લોકોએ રાજીનામા આપ્યા માંગ કરી હતી કે મારે બદલે બીજા ઉમેદવારને જાહેર કરે.

જો કે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ભાજપના લોકોએ AAP ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કરી લીધું છે. અને તેઓ ભાજપની કસ્ટડીમાં છે. ભાજપ ગભરાઈ ગયું છે એટલે આપના ઉમેદવારનું અપહરણ કરી લીધું છે. ભાજપે તેમના ઉમેદવાર પર નામાંકન પાછું ખેંચી લેવા દબાણ કર્યું છે.

administrator
R For You Admin