ગુજરાત મધ્ય ગુજરાત

રાજકોટમાં રાહુલ ગાંધીનો પ્રવાસ, તેમના પ્રવાસ પહેલા 100 કાર્યકરોએ કર્યો કેસરીયો

રાહુલ ગાંધીનો આજે ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યો છે. તેમનો ગુજરાતનો પ્રવાસ સુરતમાં અને ત્યાર બાદ રાજકોટમાં તેઓ સભાને સંબોધશે ત્યારે રાજકોટમાં તેમના આગમન પહેલા પૂર્વ કોર્પોરેટર સહીત 100 કાર્યકરોએ કેસરીયો ધારણ કરી લીધો છે.

રાહુલ ગાંઘીનો બપોરે 1વાગે સુરતમાં કાર્યક્રમ યોજાશે. સુરત બાદ તેઓ રાજકોટમાં 3.30 વાગે શાસ્ત્રી મેદાનમાં આવશે. રાહુલ ગાંધીના આગમન પહેલા આ ગાબડુ જોવા મળ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મતદારોને રીઝવવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી ટાંણે જ રાજકોટ શહેર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કોર્પોરેટર પરષોત્તમ સગપરીયાના નેતૃત્વમાં કોંગ્રેસના 100થી વધુ વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા છે. રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાલાએ તમામને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. કોંગ્રેસ પર આક્ષેપ કરતાં પૂર્વ કાઉન્સિલરે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ કામ થતું નથી. તેથી જ હું ફરીથી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે પરંતુ આ પ્રવાસથી કશું પ્રા વળવાનું નથી અને લોકો તેમની સભાઓમાં પણ આવતા નથી. તે આક્ષેપ પણ તેમણે લગાવ્યા હતા.

અત્યારે રાહુલ ગાંધીની સભાઓની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રમાં મિશન પર છે. જો કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી કોંગ્રેસ કેટલીક સીટો જીતવામાં સફળ રહી હતી. જો કે આ વખતે રાજકીય સમીકરણો ત્રીજો પક્ષ આવતા અલગ વળાંક લઈ શકે છે.

administrator
R For You Admin