ગુજરાત

અસદુદ્દીન ઓવૈસીની અમદાવાદમાં આજે થશે જનસભા, ગુજરાતમાં તેઓ 17 રેલીઓ કરશે

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. દાણીલીમડાના ઉમેદવાર કૌશિક પરમારના સમર્થનમાં તેઓ રાત્રે 8 કલાકે ચૂંટણી સભા કરશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં છે. અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરુ કરી દીધો છે ત્યારે એઆઈએમઆઈએમ પણ મેદાને છે.  રાજ્યમાં જે ચૂંટણી મુખ્યત્વે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ માનવામાં આવતી હતી તે હવે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમના આગમનથી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે.

AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.

AIMIM એ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ઓવૈસીએ ચૂંટણીમાં દલિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ બધાની વચ્ચે AIMIMનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

જો કે, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ ઘણા રસપ્રદ ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. આવો જ એક બદલાવ અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં જોવા મળ્યો છે. આ બેઠક પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા તે કોંગ્રેસમાં જોડાયા હતા. જેને લઈને ઓવૈસી નારાજ પણ થયા છે.

administrator
R For You Admin