તાજા સમાચાર

આજે ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા આ વિસ્તારમાં યાજાશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. ગતવીકમાં જ તેમની સભાનું આયોજન મોરબી સહીતની બેઠકો પર થયું હતું ત્યારે તેઓ આજે ફરી ગુજરાતના પ્રવાસે છે જ્યાં જનસભાને સંબોધશે.

એક તરફ ગુજરાતની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ફરી સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પણ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તમામ રાજકીય પક્ષોએ તેમના દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતાર્યા છે. ત્યારે ભાજપે પણ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બનાવ્યું છે. જેમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં જનસભાને સંબોધશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. સંખેડા ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીના સમર્થનમાં બપોરે 1 કલાકે સભાને સંબોધશે. આ સાથે પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાના ચૂંટણી પ્રચાર સંદર્ભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંજે ચોપાટીમાં બેઠક કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન અને નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે ઘણા દિગ્ગજ નેતાઓ પોતપોતાના પક્ષો અને ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે.

administrator
R For You Admin