વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા દિવસના પ્રવાસની શરુઆત સુરેન્દ્રનગરથી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં દૂધરેજ પીએમ મોદી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈ કે ના થવી જોઈએ. પાણી પહોંચ્યું કે ના પહોચ્યું કે ના પહોંચ્યુ એની ચર્ચા થવી જોઈએ. અમે હિસાબ આપવા માટે તૈયાર છીએ. કોંગ્રેસવાળાઓ વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા કોંગ્રેસવાળા કે છે મોદીને એની ઓકાત બતાવી દઈશું. અહંકાર જુઓ.. મોદીને ઓકાત બતાવી દઈશું. તમે બધા રાજપરીવારથી આવો છો હું સામાન્ય પરીવારનું સંતાન છું, મારી કોઈ ઓકાત નથી. સેવાદારની ઓકાત નથી હોતી.
તેમણે કહ્યું કે, તમે મને નીચ, નીચી જાતિનો, મોતનો સોદાગર, ગંદી નાળીનો કિડો પણ કહ્યો હવે તમે ઓકાત બતાવવા નિકળ્યા છો. અમારી કોઈ ઓકાત નથી. વિકાસના મુદ્દાની ચર્ચા કરો. આ ખેલ રહેવા દો તમે. તેમ પીએમ એ સુરેન્દ્રનગરમાં કહ્યું હતું.
આ સાથે વધુમાં તેમણે કહ્યું કે, આ અપમાન હું ગળી જાઉં છું કારણ કે મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે. મારે ભારતને વિકસીત ભારત બનાવવું છું. વિકસીત ગુજરાત બનાવવું છે. એટલા માટે ધીમી ગતિએ ચાલવું નથી. 365 દિવસ કામ કરીએ તો કરવું. પગવાળીને બેસવું નથી. વેકેશનની તો વાત જ નથી.
જાહેર સભાને સંબોધતા વધુમાં કહ્યું કે, આ ચૂંટણી ભૂપેન્દ્રભાઈ નથી લડી રહ્યા ગુજરાતની જનતા લડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાનો લાભ આજે મળી ગયો છે. જેમને ભારતની જનતાએ પદ પરથી હટાવ્યા છે તેવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યા છે. પરંતુ જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યું, માં નર્મદાને આવતા રોકવા માટે કોર્ટ કચેરીઓ કરી, તેવા પદ માટે યાત્રા કરનારાઓ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે. નર્મદા વિરોધીઓને સજા કરવાની આ ચૂંટણી સાબિત થવી જોઈએ.