બોલિવૂડ મનોરંજન

અજય દેવગણને મળી રાહત, ‘થેન્ક ગૉડ’ની સામે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ફિલ્મ થેન્ક ગૉડની સામે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હકીકતમાં આ કેસની સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યુ કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તેથી હું મારી અરજી પાછી લઈ રહ્યો છુ. તેના પહેલા અરજીકર્તાએ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરી હતી. પરંતુ, કોર્ટે આ કેસ પર જલ્દી સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.

શ્રી ચિત્રગુપ્ત વેલફેયર ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એ માંગ કરી હતી કે, અજય દેવગણ સ્ટારર ફિલ્મ થેન્ક ગૉડની રિલીઝ પર રોક લગાવવામાં આવે. ફિલ્મમાં ભગવાન ચિત્રદગુપ્તને ખોટી રીતે બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યાચિકામાં કહેવામાં આવ્યુ છે કે જો આ ફિલ્મ રિલીઝ થાય છે તો દેશમાં અશાંતિનો માહોલ ઉત્પન્ન થશે. આ અરજીમાં ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરને યુટ્યુબ પરથી હટાવવાની અને ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી.
 

અરજીકર્તાએ લગાવ્યા હતા આ આરોપ

‘થેન્ક ગૉડ’ના મેકર્સ પર કાયસ્થ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફિલ્મની સામે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતાં. સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની પણ માંગ કરવામાં આવી હતી. 19 ઓક્ટોબરે આ અરજી પર જલ્દી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને 21 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, 25 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અરજીમાં અજય દેવગણ, સેન્સર બોર્ડ, ડિરેક્ટર ઈન્દ્ર કુમાર, પ્રોડ્યુસર ભૂષણ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

administrator
R For You Admin